@મનિષ કંસારા
Bharuch Crime : ભરુચમાં સગીર બાળાને લગ્નની લાચલ આપી અપહરણ કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ભરુચ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યાં હતા. જ્યા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો : માયાવતીએ પોતાનો ઉત્તરાધિકારી કર્યો જાહેર
ભરુચના અંકલેશ્વર તાલુકાના અમરલેશ્વર પાદરા ફળિયામાં રહેતી સગીરાને બે નરાધમો પ્રેમજાળમાં ફસાવી હતી, તેમજ લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હતુ. આ અંગે પરિવારજનોએ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા સઘન કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ અંકલેશ્વરના બોરભાઠા બેટ વિસ્તારમાંથી સગીરા સાથે આરોપી રોની નવરંગભાઈ રજવાડી અને ભગાડવામાં મદદ કરનાર પ્રશાંત વસાવાને ઝડપી પાડ્યાં હતા. આ મામલે ભોગ બનનાર સગીરાને શોધી પોલીસે માતાને સોંપી હતી જ્યારે આરોપીઓને કોર્ટમાં રજુ કર્યાં હતા. કોર્ટમાંથી આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ મંજૂરી થતા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ભરૂચ રૂરલ પોલીસ પોલીસ સ્ટેશને કલમ ૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા પોકસો એકટ ૨૦૧૨ ની કલમ- ૧૨,૧૭ મુજબ ગુનો નોંધ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અપહરણ થયેલ સગીર બાળાને શોધી કાઢવા સૂચના આપી હતી. જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ. એમ. ગાંગુલી ભરૂચ વિભાગ ભરૂચનાઓનાં માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ પ્રો. પોલીસ ઇન્સ્પેકટર આર. જી. પઢિયાર દ્વારા પોલીસ સ્ટાફનાં માણસો ની અલગ-અલગ ટીમો બનાવી ભોગ બનનાર ને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી હતી.