પોતાના ડેબ્યુ T20 મેચમાં આ ખેલાડીએ બનાવ્યો મહારેકોર્ડ

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

T20 Cricket Records : ઇન્ડોનેશિયા અને મંગોલિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાય રહેલી 6 મેચોની ટી20 સિરીઝના પાંચમી મેચમાં ટી20 ઈન્ટરનેશન ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનતા જોવા મળ્યો. આ મેચમાં ઇન્ડોનેશિયાની ખેલાડી રોહમાલિયાએ એક પણ રન આપ્યા વગર 7 વિકેટો ઝડપી હતી.

આ પણ વાંચો – ભરઉનાળે કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાનની ભીતી

PIC – Social Media

T20 Cricket Records : ટી20 ક્રિકેટમાં એક બાજુ બેટ્સમેન પોતાની રમત દર્શાવી સતત નવા રેકોર્ડ બનાવે છે. ત્યારે બીજી બાજુ ઇન્ડોનેશિયાની માત્ર 17 વર્ષની ખેલાડી રોહમાલિયાએ બોલિંગમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. મંગોલિયાની મહિલા ક્રિકેટ ટીમ હાલ ઇન્ડોનેશિયાના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે 6 મેચોની ટી20 ઇન્ટરનેશનલ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝના પાંચમા મેચમાં ઇન્ડોનેશિયા ટીમ તરફથી રમી રહેલી ઓફ સ્પિનર રોહમાલિયાએ એક પણ રન આપ્યા વગર 7 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ઇન્ડોનેશિયાની ટીમે બેટિંગ કરી પાંચ વિકેટના નુકસાને 151 રન બનાવ્યા હતા. જ્યારે મંગોલિયાની ટીમ 16.2 ઓવરમાં માત્ર 27 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રોહમાલિયાએ તોડ્યો રેકોર્ડ

ઇન્ડોનેશિયાની ખેલાડી રોહમાલિયાએ મહિલા ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 0 રનમાં 7 વિકેટ મેળવી નેધરનેલ્ડની ખેલાડી ફ્રેડરિક ઓવરડિજ્કનો રેકોર્ડ તોડ્યો છે. તેઓએ વર્ષ 2021માં આઈસીસી ટી20 વર્લ્ડકપ યુરોપ ક્વોલિફાયરમાં ફ્રાન્સની ટીમ સામેની મેચ દરમિયાન પોતાની 4 ઓવરમાં માત્ર 3 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. રોહમાલિયા મહિલા ટી20 ઇન્ટરનેશનલમાં 7 વિકેટ લેનારી ત્રીજી ખેલાડી છે. આ પહેલા નેધરલેન્ડની ફ્રેડરિક ઓવરડિજ્ક અને આર્જેન્ટિનાની ખેલાડી એલિસન સ્ટોક્સે આ કારનામું કરી બતાવ્યું છે. પોતાના ડેબ્યુ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં આ કોઈપણ ખેલાડીનું અત્યાર સુધીનું મહિલા ક્રિકેટમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. જેમાં રોહમાલિયાએ નેપાળની ખેલાડી અંજલી ચંદનો રેકોર્ડ તોડ્યો છે. જેઓએ વર્ષ 2019માં માલદીવ સામે પોતાના ડેબ્યુ મેચમાં 2.1 ઓવર બોલિંગ કરી એક પણ રન આપ્યા વગર 6 વિકેટ લીધી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઇન્ડોનેશિયાની ટીમે સિરીઝમાં કર્યું ક્લિન સ્વિપ

આ 6 મેચની ટી20 સિરીઝમાં સંપૂર્ણ રીતે ટીમ ઇન્ડોનેશિયાનો દબદબો જોવા મળ્યો. જેમાં તેઓએ પહેલા અને બીજા મેચને 122 અને 104 રનોથી પોતાને નામ કર્યા હતા. ત્રીજા મેચમાં 10 વિકેટે જીત મેળવી હતી. ત્યાર બાદ ઇન્ડોનેશિયાએ ચોથા અને પાંચમાં ટી20 મેચમાં 120 અને 127 રનોથી જીત મેળવી જ્યારે સિરીઝના અંતિમ મેચમાં 10 વિકેટે જીત મેળવી. આ સિરીઝમાં ઇન્ડોનેશિયાની ખેલાડી સાંડ્રા બારાએ સૌથી વધુ 11 વિકેટ મેળવી. જ્યારે રોહમાલિયા આ યાદીમાં ત્રીજા નંબરે રહી. જેણે 2 મેચમાં 7 વિકેટ પોતાના નામે કરી.