Jagdish, Khabari Gujarat : આજથી નવેમ્બર મહિનો શરૂ થયો છે, ત્યારે મહિનાની શરૂઆતમાં દેશમાં અનેક નાના મોટા ફેરફાર લાગુ પડતા જ હોય છે. આ બદલાવ દેશના દરેક સામાન્ય નાગરિકને અસર કરતા હોવાથી જાણવા જરૂરી બની જાય છે. તો આવો આજે આપણે જાણીએ નવેમ્બર મહિનો દેશમાં ક્યાં બદલાવ લાઈને આવ્યો છે.
આજથી નવેમ્બર મહિનો શરૂ થયો છે ત્યારે મહિનાની શરૂઆતમાં દેશમાં અનેક નાના મોટા ફેરફાર લાગુ પડતા જ હોય છે. આ બદલાવ દેશના દરેક સામાન્ય નાગરિકને અસર કરતા હોવાથી જાણવા જરૂરી બની જાય છે. મહિનાના પહેલા જ દિવસે કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં વધારો કરી સરકારે મોટો ઝટકો આપ્યો છે. તો બીજી બાજુ જીએસટીના નિયમ પણ બદલાયા છે. જેથી આજે થયેલા તમામ ફેરફાર તમારા ખિસ્સા પર વજન નાખે તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : દિવાળી પહેલા LPG સિલિન્ડરના ભાવમાં ભડકો
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજીની કિંમતમાં સંશોધન કરતી હોય છે. તહેવારોના ટાણે 30 ઓગસ્ટે 14 કિલોના રાંધણ ગેસ સિલિન્ડરમાં ભાવમાં ઘટાડો કરી સરકારે લોકોને મોટી રાહત આપી હતી. પરંતું કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત વધારો ઝીંકાય રહ્યો છે. આ મહિનાની પહેલી તારીખથી એટલે કે 1 નવેમ્બર 2023થી ફરી કોમર્શિયલ ગેસના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 103 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે. દિવાળી પહેલા ગેસની કિંમતમાં વધારો થતા કોમર્શિયલ ઉપયોગકર્તાઓના ખિસ્સા પર અસર થશે.
Jet Fuel થયું સસ્તું
નવેમ્બરની શરૂઆત સાથે જ બીજો મોટો ફેરફાર હવાઈ મુસાફરી કરતા લોકો માટે છે. જી હા, એર ટર્બાઈન ફ્યુલમાં થઈ રહેલો સતત વધારો અટક્યો છે. એક પછી એક વધારા બાદ 1 નવેમ્બર 2023થી OMCs એ ATFની કિંમતમાં 1074 રૂપિયા પ્રતિ કિમી ઘટાડ્યાં છે. આ કિંમત આજથી જ લાગુ થશે.
જીએસટી ઈન્વોઇસ
આજનો ત્રીજો મોટો બદલાવ જીએસટી સંબંધિત છે. રાષ્ટ્રીય સુચના વિજ્ઞાન કેન્દ્ર અનુસાર 1 નવેમ્બર 2023થી 100 કરોડ રૂપિયાથી વધુ વેપાર કરનાર વેપારીઓને 30 દિવસની અંદર ઈ-ઈન્વોઇસ પોર્ટલ પર જીએસટી ઈન્વોઇસ અપલોડ કરવાની ઘોષણા કરી હતી. આ નિયમ વેપારીઓ પર આજથી લાગુ થશે.
આ પણ વાંચો : જાણો, 01 નવેમ્બરનો ઈતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ
BSE પર ટ્રાન્જેક્શન
શેર બજારના 30 શેરોવાળા બોમ્બે સ્ટૉક એક્ચેન્જ (BSE)એ ગત ઓક્ટોબર મહિનામાં ઈક્વિટીના ડેરિવેટિવ સેગમેન્ટમાં ટ્રાન્જેક્શન પર શુલ્ક વધારવાની ઘોષણા કરી હતી અને આ બદલાવ આજે 1 નવેમ્બર 2023થી લાગુ થઈ ગયો છે. તેની અસર શેર બજાર રોકાણકારો પર પડશે અને પહેલી તારીખથી લેણ દેણ પર તેઓને વધુ પૈસા ચૂકવવા પડશે.
દિલ્હીમાં આ બસો પર લાગશે પ્રતિબંધ
વધતા પ્રદુષણને ધ્યાનમાં રાખી દિલ્હી-એનસીઆરમાં 1 નવેમ્બરથી BS-3 અને BS-4 ડિઝલ બસોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવાયો છે. પીટીઆઇ અનુસાર, હવે દિલ્હીથી જોડાયેલા ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનથી આવતી એસી ડિઝલ બસો રાજધાની દિલ્હીમાં પ્રવેશ નહિ કરી શકે. હવે માત્ર ઈલેક્ટ્રિક, સીએનજી તેમજ ભારત સ્ટેજ (BS-6) બસોને જ દિલ્હીમાં એન્ટ્રી મળશે.
આ ફેરફાર સિવાય પણ દેશમાં ઘણાં નિયમો બદલાયા છે, જેમાંથી એક વિમાધારકો સાથે જોડાયેલો છે. પહેલી તારીખથી ઈન્સ્યોરન્સ રેગ્યુલેરીટી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તમામ વિમાધારકો માટે કેવાઈસી અનિવાર્ય કરી દીધું છે. આ સિવાય નવેમ્બર મહિનામાં રજાઓની ભરમાર હોવાથી 15 દિવસ બેન્ક હોલીડે જાહેર કરાયા છે. જો કે બેન્ક હોલીડે દરેક રાજ્યો માટે અલગ અલગ હોઇ શકે છે. તેમજ આ દિવસો દરમિયાન તમે તમારુ કામ ઓનલાઈન બેન્કિંગ દ્વારા પતાવી શકો છો.