Zombie Deer Desease : અમેરિકાના હરણો ઝોમ્બી જેવું વર્તન કરતા હોવાનું સામે આવ્યું છે. આ બિમારીને Zombie Deer Desease તરીકે ઓળખવામાં આવે છે. આ બિમારીના 800થી વધુ કેસ સામે આવ્યાં છે. વૈજ્ઞાનિકોએ પણ તેને લઈ એલર્ટ જાહેર કર્યું છે કે જંગલી જીવોનો શિકાર કરી તેનો ખોરાક તરીકે ઉપયોગ ન કરો. આવો જાણીએ આ બિમારીના ફેલાવાનું વૈજ્ઞાનિક કારણ…
આ પણ વાંચો – જાણો, શા માટે અભિનેતા વિક્રાંત મેસીએ માંગવી પડી માફી?
Zombie Deer Desease : ઉત્તર અમેરિકામાં એક ભયંકર બિમારી હરણ પર કાળો કેર વર્તાવી રહી છે. જો કે તેનું નામ ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ (Chronic Wasting Disease – CWD) છે, પરંતુ લોકો તેને ઝોમ્બી ડીયર ડિસીઝ (Zombie Deer Disease) કહી રહ્યા છે. તે હરણની વસ્તીમાં ખૂબ જ શાંતિથી અને ઝડપથી ફેલાઈ રહ્યો છે.
વૈજ્ઞાનિકો ચિંતિત છે કે આ રોગ ક્યાંક મનુષ્યોમાં ફેલાઈ ન જાય. આ રોગમાં ન્યુરોલોજીકલ સમસ્યાઓ થાય છે. આમાં હરણ નશામાં ધૂત દેખાય છે. આળસુ રહે છે. ધ્રૂજતું દેખાય છે. ખાલી જગ્યાઓ પર એકીટસે જોયા કરે છે. અત્યાર સુધીમાં, માત્ર વ્યોમિંગમાં 800 થી વધુ હરણમાં આ બિમારી જોવા મળી છે, એલ્ક અને મૂઝમાં પણ આ રોગ જોવા મળ્યો છે.
CWD એટલે કે ઝોમ્બી ડીયર ડિસીઝના ફેલાવા માટે પ્રિઓન્સ (Prions)ને સંપૂર્ણપણે જવાબદાર ગણી શકાય. હાલ વૈજ્ઞાનિકો તેને આ રોગ ફેલાવવાનું કારણ માને છે. પ્રિઓન્સ વાસ્તવમાં ખોટી રીતે ફોલ્ડ પ્રોટીન છે, જે મગજમાં હાજર સામાન્ય પ્રોટીનને ખોટી રીતે ફોલ્ડ કરવા માટે દબાણ કરે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મગજનો વિકાસ રૂંધાય જાય છે
તેના લીધે ન્યુરોલોજિકલ ડિજેનરેશન (Neurological Degeneration) થાય છે. એટલે કે મગજનો વિકાસ રૂંધાય જાય છે. મગજ નિસ્તેજ થવા લાગે છે. વસ્તુઓ સમજવાની ક્ષમતા લુપ્ત થવા લાગે છે. પ્રિઓન્સના કારણે થનાર આ બિમારીઓની એ સમસ્યા છે, કે તે સદીઓ સુધી પર્યાવરણાં રહી શકે છે. અને તક મળતા જ ફેલાવા લાગે છે.
કોઈપણ બિમારીનો નાશ કરવો મુશ્કેલ
આ બિમારી સાથે એક એ પણ સમસ્યા છે કે તેનો ફોર્મલડિહાઇડ, રેડિએશન કે તીવ્ર તાપમાન પણ નાશ કરી શકશે નહિ. સીડબ્લ્યુડીના સંક્રમણનો સૌથી વધુ ભય મનુષ્ય અને પર્યાવરણ બંનેમાં છે. હાલ તેના સચોટ પુરાવા નથી કે આ બિમારી મનુષ્યને સીધી રીતે સંક્રમિત કરી શકે છે કે નહિ.
પ્રિઓન્સના કારણે પહેલા પણ ગાય મને મનુષ્યોના મોત થયા છે
પ્રિઓન્સના કારણે વધુ એક બિમારી થાય છે. જેને Creutzfeldt-Jakob disease (CJD) તરીકે ઓળખવામાં આવે છે. તેને ગાયોમાં મેડ કાઉ ડિસિઝ તરીકે ઓળખવામાં આવે છે. 1995માં આ બિમારી બ્રિટનમાં ફેલાઇ હતી. જેના લીધે લાખો ઢોરના મોત થયા હતા. આ બિમારીથી 178 લોકોના મોત થયા હતા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
હજુ સુધી મનુષ્યોમાં CWD ના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી, ન તો કોઈ કેસ નોંધાયો છે. પરંતુ કેટલાક કારણો હોઈ શકે છે જેના કારણે આ રોગ મનુષ્યોમાં ફેલાય છે. પહેલું કારણ- પ્રયોગશાળામાં એવું જોવામાં આવ્યું છે કે પ્રાયન્સમાં મનુષ્યોને ચેપ લગાડવાની ક્ષમતા હોય છે. બીજું કારણ- જો મનુષ્ય સંક્રમિત જીવનો શિકાર કરે છે અને તેને ખાય છે, તો બીમાર થવાની સંભાવના છે.
વર્ષ 2017માં, માનવીએ 7 હજારથી 15 હજાર CWD સંક્રમિત જીવો ખાધા હતા. જંગલમાં આવા જીવોનો શિકાર કરીને ખાવાની લાલચ દર વર્ષે 20 ટકાના દરે વધી રહી છે. વિસ્કોન્સિનમાં CWDના સૌથી વધુ કેસ નોંધાયા હતા. હરણનુ માંસ ખાવા પર રોક હોવા છત્તા અહીં હજારો લોકોએ ચેપગ્રસ્ત હરણનું માંસ ખાધું છે.
સૌથી મોટી સમસ્યા એ છે કે પ્રિઓન્સના કારણે થતી બિમારીને ડિટેક્ટ કરવી મુશ્કેલ હોય છે. ખાસ કરીને મનુષ્યોમાં. પ્રિઓન્સના કારણે શરીરમાં કોઈ પ્રકારનું ઇમ્યૂન રિસ્પોન્સ પેદા નથી થતું. તેથી તેને ડાયગ્નોસ કરવું મુશ્કેલ છે. હાલ આ બિમારીથી સીધી રીતે કોઈ વ્યક્તિ સંક્રમિત થયાનો કેસ સામે આવ્યો નથી. પરંતું આશંકા છે. 2016માં યુરોપીયન દેશ નોર્વેના જંગલી હરણોમાં પણ આ બિમારી નોંધાઈ હતી.