PBKS vs MI: પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની છેલ્લી મેચ ભારે રોમાંચક સાબિત થઈ હતી. છેલ્લી ઓવર સુધી પહોચેલી મેચે ક્રિકેટ રસિયાઓના ધબકારા વધારી દીધા હતા.
આ પણ વાંચો – ઈઝરાયલ બાદ ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્વિટ, ફ્લોઇટો રદ્દ
PBKS vs MI: પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની છેલ્લી મેચ ભારે રોમાંચક સાબિત થઈ હતી. છેલ્લી ઓવર સુધી પહોચેલી મેચે ક્રિકેટ રસિયાઓના ધબકારા વધારી દીધા હતા. પંજાબના બેટ્સમેન આશુતોષ શર્માએ મુંબઈ ઇન્ડિયન્સ સામે જોરદાર ઈનિંગ રમીને પંજાબને લગભગ જીતાવી જ દીધુ હતુ. મુલ્લાપુરમાં રમાયેલ આઈપીલ 2024ની આ મેચમાં મુંબઈએ પંજાબને 9 રને હરાવ્યું હતુ. આ મેચ ભલે મુંબઈ જીતી ગયું હોય પરંતુ પંજાબના આશુતોષ શર્માએ લોકોના દિલ જીતી લીધા હતા. આશુતોષની જોરદાર બેટિંગે મુંબઈના ધબકારા વધારી દીધા હતા.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આશુતોષે 28 બોલમાં 2 ચોકા અને 7 છગ્ગાની મદદથી 61 રનની જોરદાર ઈનિંગ રમી હતી. તે દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 217.86 રહ્યો હતો. તે નંબર 6 પર બેટિંગ કરવા આવ્યા હતો. આશુતોષ છેલ્લે સુધી પંજાબને જીતાવવા માટે લડતો રહ્યો હતો. પરંતુ 18મી ઓવરના પહેલા બોલ પર તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. જેને લઈ પંજાબની જીત પર પાણી ફરી વળ્યુ.
20 લાખમાં લાગી હતી બોલી
જણાવી દઈએ, કે પંજાબ કિંગ્સના આશુતોષને આઈપીએલ 2024 માટે મિની ઓક્શનમાં 20 લાખની કિંમત આપીને ખરીદવામાં આવ્યો હતો. પોતાની ધૂંઆધાર બેટિંગ માટે જાણીતા આશુતોષે આ સિઝન પહેલા પણ પંજાબ માટે શાનદાર ઇનિંગ્સ રમી ચુક્યો છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં આશુતોષે શાનદાર ઈનિંગ રમતા 16 બોલમાં 1 ફોર અને 3 સિક્સની મદદથી 31 રન બનાવ્યા હતા. તે પહેલા હૈદરાબાદ સામે આશુતોષે અણનમ 33 રન બનાવ્યા હતા. આમ તે અત્યાર સુધી પંજાબ માટે સફળ બેટ્સમેન સાબિત થયો છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
યુવરાજસિંહનો રેકોર્ડ તોડ્યો
જણાવી દઈએ કે આશુતોષ 11 બોલમાં અડધી સદી ફટકારી ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહનો પણ રેકોર્ડ તોડી ચુક્યો છે. 2023ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આશુતોષે 11 બોલમાં અડધી સદી ફટકારી રેકોર્ડ બનાવ્યો હતો. ત્યાર બાદ તે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમને બની ગયો હતો. આ પહેલા આ રેકોર્ડ યુવરાજ સિંહના નામે હતો. જેણે 12 બોલમાં અડધી સદી ફટાકરી હતી.