Swami Prasad Maurya On Hindu : સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર હિન્દુ ધર્મ પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે દિલ્હીમાં કહ્યું કે હિંદુ એક ભ્રમ છે. આમ પણ, 1995માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હિંદુ એ ધર્મ નથી.
આ પણ વાંચો : હવે હુમલાખોરોની ખેર નહિ, ભારતીય નૌકાદળે લીધો મોટો નિર્ણય
હિન્દુ ધર્મને લઈ વારંવાર વિવાદિત નિવેદન કરવા વગોવાયેલા સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય વધુ એકવાર વિવાદમાં આવ્યાં છે. સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્યએ દિલ્હીમાં જંતર મંતર મેદાન પરથી હિન્દુ ધર્મને એક કપટ કહ્યું છે. તેના આ નિવેદન બાદ વિવાદ વકર્યો છે. મહત્વનું છે કે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે હાલમાં જ પાર્ટીના નેતાઓને વિવાદિત નિવેદનથી બચવાની સલાહ આપી હતી.
સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, “હિન્દુ ધર્મ એક કપટ છે. આમ પણ સુપ્રીમ કોર્ટે 1995માં પોતાના આદેશમાં કહ્યું હતુ કે હિન્દુ ધર્મ નથી, લોકોના જીવન જીવવાની એક શૈલી છે.”
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સપા નેતાએ વધુમાં કહ્યું કે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે બે-બે વાર હિન્દુ કોઈ ધર્મ નથી. તે જીવન જીવવાની એક રીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે હિન્દુ કોઈ ધર્મ નથી. જ્યારે આ લોકો આવા નિવેદન આપે છે તો લાગણી નથી દુભાતી પરંતું આ જ વાત સ્વામી પ્રસાદ મોર્ય કહે કે હિન્દુ ધર્મ નહિ પણ એક ભ્રમ છે, જેને આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ તે કેટલાક લોકો માટે ધંધો છે તો લોકોની લાગણીઓ દુભાઈ જાય છે.”
વિવાદથી ઘેરાયેલા રહે છે સ્વામી પ્રસાદ મૌર્ય
આ પહેલીવાર નથી જ્યારે સ્વામી પ્રસાદ મૌર્યએ આવું નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેણે હિંદુ ધર્મ પર વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તેઓ માતા લક્ષ્મી અને રામચરિતમાનસ પરના તેમના નિવેદનોને કારણે પણ વિવાદમાં હતા. ગયા મહિને સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ માતા લક્ષ્મી પર વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ચાર હાથવાળા બાળકો દુનિયામાં ક્યાંય જન્મતા નથી, તો માતા લક્ષ્મી કેવી રીતે બની?
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
અગાઉ, તેઓએ હરદોઈમાં હિન્દુ રાષ્ટ્ર સમર્થક અને સવર્ણને નિશાન બનાવ્યાં હતા. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે તમે જેને હિન્દુ રાષ્ટ્ર કહો છો તે શ્રાપિત છે. આ ભારત ક્યારેય હિંદુ રાષ્ટ્ર ન હતું, નથી અને રહેશે પણ નહીં. એટલા માટે હિંદુ રાષ્ટ્રની માંગ કરનારાઓ રાષ્ટ્ર વિરોધી છે.
રામચરિતમાનસ પર બિહારના એક મંત્રીની વાંધાજનક ટિપ્પણી બાદ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સપા નેતાએ કહ્યું હતું કે રામચરિતમાનસમાં દલિતો અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તુલસીદાસે આ પુસ્તક પોતાના આનંદ માટે લખ્યું હતું. કરોડો લોકો તેને વાંચતા નથી. આ પુસ્તકને બકવાસ ગણાવતા તેમણે કહ્યું કે સરકારે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
આ પણ વાંચો : 26 December : જાણો, આજનો ઈતિહાસ
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે, સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ માનસના અમુક અંશોને ટાંકતા કહ્યું હતું કે બ્રાહ્મણ તોફાની અને અભણ હોઈ શકે છે, પરંતુ તે બ્રાહ્મણ છે. તેને પૂજનીય કહ્યો છે. પણ શુદ્ર ગમે તેટલો વિદ્વાન હોય, તેને માન ન આપો. મૌર્યએ સવાલ ઉઠાવ્યો હતો કે શું આ ધર્મ છે? જે ધર્મ આપણને નષ્ટ કરવા માંગે છે તેનો નાશ થવો જોઈએ. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે ધર્મના ઠેકેદારો જ ધર્મ વેચી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી દંભ ફેલાવી રહ્યા છે. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. નોંધનીય છે કે આ પહેલા 11 જાન્યુઆરીએ બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે પણ રામચરિત માનસને નફરત ફેલાવતો હિન્દુ ધર્મગ્રંથ ગણાવ્યો હતો.