Dinesh Rathod, Gujarat, Khabri media
Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે પાડોશી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ મુજબ નરાધમ આરોપી એક બાળકનો પિતા છે અને ઓરિસ્સાનો રહેવાસી છે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચાર વર્ષની બાળકીને બચાવી લેવામાં આવી હતી. પાડોશમાં રહેતા રંજન ઉર્ફે વિશાલે યુવતી ઉપર દુષ્કર્મ આચારવાનો પ્રયાસ કર્યો હતો. અને તેને માર માર્યો હતો. સુરતના ડીસીપી વિજય સિંહ ગુર્જરના જણાવ્યા મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની આશાપુરી સોસાયટીમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની માસૂમ બાળકી ઘર પાસે રમતી વખતે અચાનક ગુમ થઈ ગઈ હતી.
પરિવારજનોએ યુવતીની ખૂબ શોધખોળ કરી હતી. પરંતુ યુવતી ક્યાંય મળી ન હતી. ચાર વર્ષની એક માસૂમ બાળકી પડોશમાં રહેતા ઓડિશાના રહેવાસી રંજન ઉર્ફે વિશાલને ત્યાં રમવા જતી હતી. આ અંગે પરિવારજનોને જાણ હતી. જેથી બાળકીના પરિવારજનોએ રંજન ઉર્ફે વિશાલના ઘરે તપાસ કરી તો તેમને ચાર વર્ષની નિર્દોષ બાળકી બેભાન અવસ્થામાં મળી આવી હતી.
માસૂમ બાળકી સાથે કંઇક અજુગતું બન્યું હોય તેવી શંકાને લીધે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોએ નરાધમને દબોચી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.
આ પણ વાંચો: કારગીલમાં ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
પૂછપરછ દરમિયાન, આરોપીએ કબૂલ્યું હતું કે તેણે બાળકી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને બાળકીને માર માર્યો હતો. બાળકીને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને પોલીસે નરાધમ ધરપકડ કરી હતી. પોલીસ તપાસ મુજબ આરોપી ઓરિસ્સાનો રહેવાસી છે અને તેને એક બાળક પણ છે. હાલ પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.