Sukhdev Singh Gogamedi Murder : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi)ની ગોળી મારી હત્યા (Murder) કરવામાં આવી છે. હત્યાના સનસનિખેજ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે, કે બે શખ્સો આરામથી સોફા પર બેસી સુખદેવસિંહ સાથે વાતચીત કરી રહ્યાં છે. ત્યાર બાદ અચાનક તેઓ અંધાધૂંધ ફાયરિંગ (Firing) કરી ગોગામેડીને મોતને ઘાટ ઉતારી દે છે.
આ પણ વાંચો : શું 2023 વર્લ્ડ કપની ફાઈનલ ફરીથી રમાશે?
સુખદેવસિંહ ગોગામેડીની હત્યા જયપુરમાં શ્યામનગર જનપથ સ્થિત તેના ઘરમાં કરવામાં આવી. હાલ આ હત્યાની જવાબદારી રાજસ્થાનના રોહિત ગોદારા ગેંગે લીધી છે. મળતી માહિતી અનુસાર, 3 હુમલાખોર સ્કુટી પર આવ્યા હતા. તેઓએ ગોગામેડી સાથે મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ તેઓ રૂમમાં ગયા હતા અને આશરે 10 મિનિટ સુધી વાતચીત કરી અને અચાનક જ અંધાધુંધ ફાયરિંગ કર્યુ હતું. ગોળીબારના જવાબમાં ગોગામેડીના ગાર્ડે પણ ફાયરિંગ કર્યું હતુ. ક્રોસ ફાયરિંગમાં એક હુમાલાખોરનું મોત થયું છે. જેનું નામ નવીન શેખાવત હોવાનું સામે આવ્યું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
હત્યાકાંડનો અન્ય એક વિડિયો પણ સામે આવ્યો છે. આ વિડિયો તેના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરાનો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે ફાયરિંગ દરમિયાન બહાર તહેનાત ગાર્ડ સાવધાન થઈ જાય છે. પણ ગોળીઓથી બચવા માટે તેઓ એકબાજુ જતા રહે છે. જ્યારે ત્રણેય હુમલાખોરો ભાગતા હોય છે તે દરમિયાન એકને ગાર્ડની ગોળી લાગે છે અને તે ત્યાં જ પડી જાય છે. જ્યારે બે શખ્સો ભાગવામાં સફળ થઈ જાય છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ફાયરિંગ કરનાર બંને લોકોએ ગોગામેડીની સાથે અન્ય બે લોકો પર પણ ફાયરિંગ કર્યુ હતુ, જો કે વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેના મેઈન ટાર્ગેટ ગોગામેડી જ હતા.
આ પણ વાંચો : માર્ગ અકસ્માતમાં ઘાયલોની સારવાર થશે ‘કેશલેસ’!
રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી રોહિત ગોદારા ગેંગે લીધી છે. આ ગેંગ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી છે. રોહિત ગોદારાએ દુબઈના નંબર પરથી કેટલા મહિનાઓ પહેલા ગોગામેડીને ધમકી પણ આપી હતી. રોહિત ગોદારા કુખ્યાત ગેંગસ્ટર છે. જે હાલ ફરાર છે. એનઆઈએ તેની તપાસ કરી રહી છે.
ગોદારાએ લખ્યુ છે, કે “તમામ ભાઇઓને રામ રામ, હું રોહિત ગોદારા કપૂરીસર, ગોલ્ડી બરાડ, આજે અહીં જે હત્યા થઈ છે તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ લઈએ છીએ. ભાઈઓ હું આપને જણાવા માંગુ છું કે આ આપણા દુશ્મનો સાથે મળીને તેનો સહિયોગ કરી રહ્યો હતો. તેને મજબૂત કરવાનું કામ કરતો હતો. રહી વાત અમારા દુશ્મનોની તો તે પોતાના ઘરના આંગણે અર્થી તૈયાર રાખે, તેની સાથે પણ જલ્દી મુલાકાત થશે.