Republic Day State Celebrations : જુનાગઢ પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી માટે યજમાન બન્યું છે, ત્યારે 26મી જાન્યુઆરીએ યોજાનાર પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની પ્રસ્તુતિઓ માટે પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સ્કુલ-ઓફિસોમાં રજા, માંસ-મદિરાની દુકાનો બંધ, જાણો ક્યાં રાજ્યમાં શું છે નિયમ?
Republic Day State Celebrations : 26મી જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદન, પરેડ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
લોક સાહિત્યકાર રાજભા ગઢવી બોલાવશે રમઝટ
પ્રજાસત્તાક દિનની (Republic Day) પૂર્વ સંધ્યાએ યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ (Cultural programme) વિશેષ આકર્ષણ રહેતું હોય છે. ત્યારે આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને માણવા જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ (Rajbha Gadhvi) અનુરોધ કરતા કહ્યું કે, જૂનાગઢની ધીંગી ધરતી અને ગરવા ગિરનારની ગોદમાં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની (Republic Day State Level Celebrations) ઉજવણી થઈ રહી છે. તેનો આનંદ છે. ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર વતી સૌ પ્રજાજનોને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે અનુરોધ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ
25મી જાન્યુઆરીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના (Junagadh Agircultur Univercity) મેદાનમાં સાંજે 6.30 કલાકે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ એટલે કે તા. 25મી જાન્યુઆરીના રોજ યોજાનાર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને જૂનાગઢ જિલ્લાના નાગરિકોને માણવા માટે અપીલ કરી છે.
પ્રજાસત્તાક પર્વ નિમિતે વિશેષ રજૂઆત
26મી જાન્યુઆરીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ (Junagadh Police Parade Ground) ખાતે યોજાનાર ધ્વજવંદનના કાર્યક્રમમાં 20 મિનિટની મેગા ઈવેન્ટમાં એક સાથે 13 કલા જૂથ પ્રસ્તુતિ આપશે. જેમાં ગ્લોબલ બની ચૂકેલા ગુજરાતના ગરબા (Gujarat Garba) ઉપરાંત મણીયારો (Maniyaro), ટીપ્પણી સહિતના નૃત્યો રજૂ કરવામાં આવશે. આમ, સૌરાષ્ટ્ર-ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરની એક ઝાંખી પણ જોવા મળશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મેગા ઈવેન્ટમાં 212 કલાકારો કરશે પરફોર્મ
આ કલ્ચરલ મેગા ઇવેન્ટમાં (Mega Event) 4 પ્રોફેશનલ ગ્રુપ ભાગ લઈ રહ્યા છે. જેમાં રાજપુત રાસ મંડળ-બાટવા, ભવાની ટિપ્પણી લોકનૃત્ય – ચોરવાડ, બ્રહ્મપુરી દાંડિયા રાસ મંડળ-માળીયા હાટીના અને ક્ષત્રિય રાજપુત લીંમડા ચોક રાસ મંડળ -માળિયા હાટીના ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત જૂનાગઢ જિલ્લાની 9 શાળાના 9 જૂથ ભાગ લેશે. આમ, 156 વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ 4 જૂથના 56 કલાકારો મળીને કુલ 212 લોકો એક સાથે પ્રસ્તુતિ રજૂ કરશે. વિદ્યાર્થીઓના જૂથ સાથે 25 કો- ઓર્ડીનેટર પણ પરસેવો પાડી રહ્યાં છે
આ મેગા કલ્ચરલ ઈવેન્ટ માટે જિલ્લા શિક્ષણાધિકારી બી.એચ.વાઢેર, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જલ્પાબેન ક્યાડા તથા મનિષાબેન હીંગરાજીયા અને આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એ.આર. મહિડા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.