Jetpur News: રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાય રહે તેમજ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ સરકાર દ્વારા “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જેના નવમા તબક્કા અન્વયે તા. 03 જાન્યુઆરી, 2024ને બુધવારના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ નગરપાલિકા વિસ્તાર માટે “સેવા સેતુ કાર્યક્રમ”નું અયોજન ગુજરાતની વાડી, ધોરાજી વાડી, જેતપુર ખાતે કરવામાં આવ્યું છે. જેનો લાભ જેતપુર-નવાગઢ નગરપાલિકાના વોર્ડ નં. 1 થી 5ના નગરજનો સવારે 9થી સાંજના 5 કલાક સુધી લઈ શકશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ કાર્યક્રમમાં સરકારના 13 જેટલા વિભાગોની વિવિધ 56 જેટલી યોજનાકીય સેવાઓ એક જ સ્થળે નગરજનોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. અરજદારોને તેમની અરજી તથા સંબંધિત આધાર પુરાવા માટેની તમામ સુવિધા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો: શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, 16થી 22 જાન્યુઆરી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
વિવિધ સેવાઓનો લાભ લેવા માટે આધાર પુરાવા સાથે અરજદારે હાજર રહેવાનું રહેશે. અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે જેતપુર-નવાગઢ નગરપાલિકાની વિવિધ કચેરીના અધિકારીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહેશે. જેનો લાભાર્થીઓએ લાભ લેવા વહીવટીતંત્ર વતી જેતપુર શહેર મામલતદાર વી. એન.ભારાઈએ અનુરોધ કર્યો છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.