સાવિત્રીબાઈ ફુલે જન્મજયંતી દર વર્ષે 3 જાન્યુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવે છે. સાવિત્રીબાઈ ફુલેનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો

Savitribai Phule Jayanti: સાવિત્રીબાઈ ફુલે જન્મજયંતી, વાંચો તેમના વિશે રસપ્રદ તથ્યો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Savitribai Phule Jayanti: સાવિત્રીબાઈ ફુલે જન્મજયંતી દર વર્ષે 3 જાન્યુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવે છે. સાવિત્રીબાઈ ફુલેનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ મહિલા શિક્ષક, સમાજ સેવિકા, દાર્શનિક, કવયિત્રી વગેરે તરીકે ઓળખાય છે. સાવિત્રીબાઈ ફુલેને દેશના પ્રથમ મહિલા શિક્ષક પણ માનવામાં આવે છે. પોતાના પતિ સાથે મળીને તેમણે દીકરીઓ માટે દેશની પ્રથમ શાળા ખોલી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

દર વર્ષે 3 જાન્યુઆરીને દેશભરમાં સાવિત્રીબાઈ ફુલે જન્મજયંતી તરીકે ઉજવવામાં આવે છે. સાવિત્રીબાઈ ફુલેનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક ગામમાં થયો હતો. તેમને સન્માન આપવા માટે માટે દર વર્ષે આ દિવસે તેમની જન્મજયંતી ઉજવવામાં આવે છે. સાવિત્રીબાઈ ફુલે એક સામાજિક કાર્યકર, મહિલા મુક્તિ ચળવળમાં સહભાગી અને દેશના પ્રથમ મહિલા શિક્ષક તરીકે ઓળખાય છે. સાવિત્રીબાઈ ફુલેએ પણ મહિલાઓ માટે લાંબી લડાઈ લડી અને તેમની સ્થિતિ સુધારવામાં ઘણું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો: IND Vs SA: ભારતીય બોલરોની ધોબીપછાડ, આફ્રિકાને ઘૂંટણીએ પાડી દીધું

મુશ્કેલીઓને પાર કરી દેશના પ્રથમ મહિલા શિક્ષક બન્યા

સાવિત્રીબાઈ ફુલેનો જન્મ પછાત વર્ગમાં થયો હતો. પહેલાના જમાનામાં દલિતો શિક્ષણ વગેરેથી વંચિત હતા પરંતુ સાવિત્રીબાઈ ફુલેએ આ તમામ દુષણો સામે લડત આપી અને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. આ પછી તેણીએ અહમદનગર અને પુણેમાં શિક્ષક બનવાની તાલીમ પૂર્ણ કરી અને બાદમાં શિક્ષિકા બન્યાં.

પોતાના પતિ સાથે મળીને તેમણે દીકરીઓ માટે દેશની પ્રથમ શાળા ખોલી

સાવિત્રીબાઈ ફુલે જ્યારે 9 વર્ષની હતા ત્યારે તેમના લગ્ન થયા હતા. તેમના લગ્ન જ્યોતિબા ફુલે સાથે થયા હતા, લગ્ન સમયે તેમની ઉંમર 13 વર્ષની હતી. પોતાની તાલીમ પૂર્ણ કર્યા પછી, તેમએ, તેમના પતિ સાથે, 1848 માં દીકરીઓ માટે દેશની પ્રથમ શાળા ખોલી. આ પછી તેણે દેશભરમાં અન્ય ઘણી દીકરીઓ માટે શાળાઓ ખોલવામાં મદદ કરી. તેમના કામ માટે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અનેક આંદોલનોમાં લીધો ભાગ

સાવિત્રીબાઈ ફુલેએ તેમના પતિ જ્યોતિબા ફુલે સાથે મળીને અનેક ચળવળોમાં ભાગ લીધો હતો, જેમાંથી એક સતી પ્રથા હતી. તેમણે સ્ત્રીઓ વિધવા બને ત્યારે માથું કપાવવાની પ્રથા અવાજ ઉઠાવ્યો હતો.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.