સચિન તેંડુલકર બન્યો ડીપફેકનો શિકાર, શેઅર કર્યો વિડિયો

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

Sachin DeepFake : ડીપફેકની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ટેક્નોલોજીનો દુરુપયોગ કરી લોકોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચડવામાં આવી રહ્યું છે. ત્યારે આ ટેક્નોલોજીનો સચિન તેંડુલકર પણ શિકાર બન્યો છે.

આ પણ વાંચો : IMFની ચેતવણી, AIથી દુનિયામાં 40% નોકરીઓ પર જોખમ

PIC – Social media

Sachin DeepFake : ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) પણ ડીપફેકનો (DeepFake) ભોગ બન્યાં છે. તેંડુલકર દ્વારા ગેમિંગ એપ (Gameing APP) સ્કાઇવર્ડ એવિએટર ક્વેસ્ટનું સમર્થન કરતો એક ડીપફેક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં સચિનને એપની વકિલાત કરતો બતાવામાં આવી રહ્યો છે સાથે સાથે ખોટો દાવો પણ કરે છે કે તેની પુત્રી સારાને (Sara) તેનાથી આર્થિક ફાયદો થઈ રહ્યો છે.

સચિન તેંડુલકરે ટેક્નોલોજીના દુરુપયોગ પર પોતાના વિચાર રજૂ કરવા માટે સોશિયલ મીડિયાનો (Social Media) સહારો લીધો છે અને ખોટી સુચનાના પ્રસાર વિરુદ્ધ સતર્કતા અને તત્કાલ કાર્યવાહીનો આગ્રહ કર્યો છે. તેંડુલકરે ડીપફેક વિડિયોને શેઅર કરતા એક્સ પર પોસ્ટ લખી છે કે આ વિડિયો ફેક છે. ટેક્નોલોજીનો મોટા પાયે દુરુપયોગ ખૂબ જ હેરાન કરનાર છે. તમામ લોકોને અપલી છે કે તેઓ મોટી સંખ્યામાં આવા વિડિયો, જાહેરાતો અને એપ્સની ફરિયાદ કરે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તેઓએ કહ્યું, કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ફરિયાદો પ્રત્યે સજાગ રહી તરત કાર્યવાહી કરવાની જરૂર છે. ખોટી સુચના અને ડીપફેકના વધતા ચલણને રોકવા માટે તેના તરફથી કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ડીપફેક (Deepfake) આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનો (AI) ઉપયોગ કરવા માટે તૈયાર કરવામાં આવેલુ સિન્થેટિક મીડિયાનુ એક રૂપ છે. જે વિડિયો અને ઓડિયો બંનેમાં ફેરફાર કરવા માટે એક આલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. 2017માં એક યુઝરે ફેરબદલ કરેલા વિડિયોને રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ રજુ કર્યું હતુ.

ત્યારથી ડીપફેક ટેક્નોલોજીમાં સતત વિકાસ થઈ રહ્યો છે. જે સાઇબર ગુનેગારો માટે વ્યક્તિ, કંપનીઓ કે સરકારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું હથિયાર બની ગઈ છે.

સોશિયલ મીડિયામાં, માહિતી ઝડપથી ફેલાય છે. ડીપફેકથી થનારા સંભવિત નુકસાન ચિંતાજનક છે. ડિપફેકનો શિકાર માત્ર સચિન તેંડુલકર જ નહિ, એક્ટ્રેસ કેટરિના કૈફ, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા પણ ડીપફેકનો શિકાર બની ચુકી છે. એવામાં સરકારે આ ટેક્નોલોજીના ખોટા ઉપયોગને રોકવા માટે રણનીતિ બનાવવા જણાવાયું છે.