World Test Championship: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે એક ખાસ યાદીમાં તમામ ઓપરનર્સને પાછળ છોડી આગળ નીકળા ગયો છે.
આ પણ વાંચો – ગીરનો ક્રેઝ વધ્યો, આટલા પર્યટકોએ કર્યા સિંહ દર્શન
World Test Championship: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં ટીમ ઈન્ડિયાનું વિસ્ફોટક પ્રદર્શન ચાલુ છે. 8માંથી 5 મેચ જીત્યા બાદ તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ સામે 5 મેચની સીરીઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સીરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ એક ખાસ યાદીમાં દુનિયાના તમામ ઓપનરોને પાછળ છોડી દીધા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રોહિત શર્મા WTCમાં નંબર-1 ઓપનર બન્યો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી. હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સિઝન રમાઈ રહી છે. આ સિઝનમાં રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનર બની ગયો છે. રોહિત શર્માએ ઓપનર તરીકે WTCમાં 31 મેચ રમી છે. આ દરમિયાન તેણે 48.98ની એવરેજથી 2449 રન બનાવ્યા છે. તેણે આ યાદીમાં ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધા છે. ડેવિડ વોર્નરે WTCમાં ઓપનર તરીકે 2423 રન બનાવ્યા હતા.
WTCમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનર
2449 રન – રોહિત શર્મા
2423 રન – ડેવિડ વોર્નર
2238 રન – ઉસ્માન ખ્વાજા
2078 રન – દિમુથ કરુણારત્ને
1935 રન – ડીન એલ્ગર
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
રાંચી ટેસ્ટ મેચમાં કેપ્ટન ઇનિંગ્સ રમી
રોહિત શર્માએ રાંચી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચોથી ઈનિંગમાં આ લક્ષ્યનો પીછો કરવા માટે ટીમ ઈન્ડિયાને સારી શરૂઆતની જરૂર હતી. આવા અવસર પર રોહિત શર્માએ કેપ્ટન ઇનિંગ રમી હતી. 81 બોલનો સામનો કરીને તેણે 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા અને ટીમને જીત તરફ દોરી ગયો હતો. ખાસ વાત એ હતી કે એક કેપ્ટન તરીકે તેણે ટેસ્ટની પ્રથમ ઇનિંગ અને ચોથી ઇનિંગમાં 50+ રન બનાવ્યા હતા.