Jagdish, Khabri Media Gujarat
અમદાવાદમાં ફરી તથ્યકાંડ થતાં થતાં રહી ગયો હતો. અમદાવાદના સિંધુભવન રોડ પર ટોપ સ્પીડે કાર દોડાવી નબીરાઓએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના સિંધુભવન રોડ પર રાતના 3 વાગ્યાની આસપાસ નબીરાઓ બે લક્ઝુરિયસ કાર વચ્ચે રેસિંગ કરી હાઈવેને રેસિંગ ટ્રેક બનાવી દીધો હતો. ટોપ સ્પીડે કાર ચલાવીને માર્ગ બે કારને અડફેટે લઈ અકસ્માત સર્જતા રાહદારીઓમાં ભયનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચો : દિલ્હીની હવા બની જીવલેણ, PM2.5માં 140% થયો વધારો
અમદાવાદના સિંધુભવન રોડ પર દિવાળીના દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. વહેલી સવારે આશરે 3 વાગ્યાની આસપાસ મર્સિડીઝ કાર સાથે નીકળેલા નબીઓએ બાપનો રોડ સમજી બેફામ કાર ચલાવી હાઈવે પર ડરનો માહોલ ફેલાવ્યો હતો. એટલું જ નહિ. પૂરપાટ ઝડપે કાર ચલાવી બે વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે, સદ્દનસીબે તથ્યકાંડ જેવી ઘટના થતાં થતાં રહી ગઈ હતી અને કોઈ જાનહાની થઈ નથી. અકસ્માત સર્જનાર નબીરાનું નામ રિશીત પટેલ હોવાનું સામે આવ્યું છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
મળતી માહિતી અનુસાર સાઉથ બોપલમાં રહેલો ચોક્સી પરિવાર રાત્રે કારમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે સિંધુભવન રોડ પર મર્સિડીઝ કાર અને ઓડી કાર વચ્ચે રેસ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મર્સિડીઝ કારે તેમને ટક્કર મારી બંને કાર ત્યાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ ગઈ હતી. મર્સિડીઝ કારે એવી જોરદાર ટક્કર મારી કે ડ્રાઇવર સાઇડનું આગળનું ટાયર તૂટીને બહાર નીકળી ગયું હતુ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં અકસ્માત સર્જનાર કાર પસાર થાય છે ત્યારે રોડ પર તિખારા ઉડતા જોઈ શકાય છે.
આ પણ વાંચો : ખેડૂતોની જીવાદોરી સમાન સુગર ફેક્ટરી ફરી ધમધમતી થઈ
અકસ્માત સર્જનાર રિશીત પટેલ કાર મૂકી ભાગી છૂટ્યો હતો. જો કે પોલીસે તેને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. બીજી બાજુ પીડિત પરિવારે પોલીસને ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.
સમગ્ર ઘટના બાદ લોકોના મુખે એક જ સવાલ છે, કે ક્યાં સુધી આવા નબીરાઓ રોડને રેસિંગ ટ્રેક બનાવી અકસ્માત સર્જતા રહેશે. બાપનો રોડ સમજી કાર ચલાવતા આ નબીરો સામે પોલીસ લાલ આંખ કરે અને કડક પગલા લે, તેવી લોકમાંગ ઉઠવા પામી છે.