Shivangee R Khabri Media Guajart
ચિરંજીવી એવો ખરેખર માણવા જેવો સંબંધ
તમને કોઈક પુછે કે સાસુ કેવા છે ત્યારે તમારો જવાબ દિલ પણ હાથ રાખી ને આપજો. હા! ખરેખર સાસુ શબ્દ ખરેખર બદનામ છે. આજે હું એક સમાજ માં નિંદિત સંબંધ એટલે કે સાસુ વહુ નો સંબંધની વાત શેર કરવા જઇ રહી છું. હું આજે મારી અને મારા સાસુની એટલે કે મારી બીજી માંની વાત કરીશ.
ક્યારેક સહભાગી તો ક્યારેક સખી! હા હું બડાઈ કરું છું કારણકે કરવા માટે હું ઉત્સુક છું. થયું એવું કે હું થોડુંક લો ફીલ કરતી હતી. મને મારા કામમાં અડચણ આવતી હતી પણ મને નિખાલસતાથી અડચણ રસ્તો કાઢી આપ્યો. જો મેં મારા અહમ ને સ્થાન આપ્યું હોત તો મારી અડચણ વધતી જાત અને હું વધારે ફસાતી જાત. મારો અને એમનો સબંધ એટલે એક અનુભવથી ભરપૂર વટવૃક્ષ એટલે એ અને હું એટલે ટેક્નોલોજી ને અવિરતપણે અપનાવીને કામ કરનાર. “ઉડાન ભરવી” એટલે મારું હૃદય અને મને લગ્ન પછી પાંખ આપનાર મારા સાસુ. અમે બંને એક ટીમ છીએ.
કોશિશ કરજો જરા એને પણ સમજવાની તમને એ પોતાના બનાવી લેશે. એમના પૃથક બનવાની કોશિશ ના કરતા તેમના પૂરક બની ને રહેજો. હું એમની સાથે માનસિક શારીરિક અને આર્થિક વાતો શેર કરું છું. જો તમને એક સારા સાસુ માં મળ્યા છે તમારા પતિ ને થૅન્ક યુ જરૂર કહેજો. સમય તો ફટાફટ બદલાઈ રહ્યો છે. જેમ મોબાઈલ ને અપડેટ કરતા હોવ છો ત્યારે વિચારો ને અપડેટ કરતા રહી જાય છે. હું એમ નથી કહેતી કે અમારે વિચારોમાં અંતર નથી. અંતર છે પણ એ અંતરનો અમે બંને રિસ્પેક્ટ કરીએ છીએ.
ક્યારેક મન ની વાત કહીને જોઈ જોજો એ પોતાનું દિલ ખોલી ને તમારા સામે રાખી દેશે. એક વખત એવું થયું કે મારા હસબન્ડ ને જમવામાં શું ભાવશે એ વિચારતી હતી અને ત્યારે મારા નવા જ લગ્ન થયેલા તે સમયે મારા સાસુ એ મારી મદદ કરી. મારા હસબન્ડ ને સમજવા માટે મને ખુબ મદદ કરી છે. કારણકે કે દરેક વહુ એ માનવું તો પડે કે માં કરતા દીકરા ને કોઈ સમજી ના શકે અને સાસુ એ સમજવાની જરૂર છે કે પત્નીનો પ્રેમ પણ અનમોલ હોય છે. ક્યારેક મારા બાળકના વૈદ્ય બની જાય છે તો ક્યારેક મારી સાથે ટિક્ટોક વીડિયો બનાવે છે.
READ: જાણો, 25 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ
મારી સાથે એમ વાત કરે છે જાને એ મારી ઉંમરના હોય. એમની હાજરી ઘર ને ખરેખર ઘર બનાવે છે. એ મારી નાના માં નાની વાતો ને યાદ રાખે છે અને ક્યારેક મારા કામ માં પણ મારી મદદ કરે છે. સાસુ ખરેખર માં બની શકે છે જો વહુ એક વાર પણ દીકરી બની શકે તો. ટ્રાઈ તો થઇ જ શકે. કારણ કે માતા તો આખરે માતા જ હોય છે પછી તમારી હોય કે તમારા પતિ ની. એક નાનકડો એવો સહજ સ્વીકાર અને સહકાર જીવન ને ખુશમય બનાવી શકે છે.
મારા વાંક મને એકલામાં કહે છે બધા સામે નહી કારણકે મારુ સન્માન જળવાયેલું રહે. મારા ખિલાફ એક વાત પણ ના સાંભળે અને હા પોતે પણ ના કહે. એવી છે મારી બીજી માં. સાસુ વહુ ખાલી કહેવાથી નથી થઇ જવાતું. તેના માટે એક મીઠો મધુરો સંબંધ બનાવવા માટે માનસિક રીતે તૈયાર હોવું જરૂરી છે. સાસુ વહુ નો સંબંધ તો રમૂજ નો છે.
એક દિવસ પોતાની બાઈક માં એને આખું શહેર બતાવજો એને પણ શોપિંગ લઇ જાજો મજા આવી જાશે. આ આ અહેવાલ વાંચનાર એક સાસુ એક વહુ કે પછી એક પતિ હોય આપડે એક બીજા ને સમજવાની એક નાની કોશિશ તો જરૂર કરીશું મનમાં જ પોતાને એક નાનું પ્રોમિસ કરીશું. કરીશુંને? હું માત્ર વાતો નથી કરતી કે ખયાલી પુલાવ નથી બનાવતી આ એક સચ્ચાઈ છે અચ્છાઈ ને અપનાવાની. અને આ નજરે જોયેલી ને માણેલી મેં પોતે અનુભવેલી વાત છે તમે પણ અનુભવેલી હશે અને કદાચ માણેલી પણ. તમે ખરાબ નથી કે નથી એ. ખરાબ બસ સમય છે. ક્યારેક એ તમને જાણે ક્યારેક તમે એને કીધા વગર સમજી લેજો. જીવાઈ જાશે આ જિંદગી વાતો વાતો માં જ!
જો આ અહેવાલ ગમ્યો હોય તો શેયર કરજો અને સાસુ રૂપી માં ને એક વખત જરૂર અપનાવજો