Dinesh Rathod, Gujarat, Khabri media
Ahmedabad: છઠ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ આજે 13 નવેમ્બર 2023ના રોજ અમદાવાદ, સમસ્તીપુર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેનમાં બે 3-ટાયર એસી કોચ આરક્ષિત હશે અને અન્ય તમામ કોચ અનરિઝર્વ્ડ હશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો
ટ્રેન નંબર 09461 અમદાવાદ સમસ્તીપુર સ્પેશિયલ સોમવાર, 13 નવેમ્બર – 2023 ના રોજ અમદાવાદથી 23:45 કલાકે ઉપડશે અને બુધવાર, 3જી નવેમ્બર – 2023 ના રોજ 14:00 કલાકે સમસ્તીપુર પહોંચશે.
આ રુટમાં ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, અરાહ, દાનાપુર, પાટલીપુત્ર, સોનેપુર, હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશન ખાતે ઉભી રહે છે. ટ્રેનમાં બે 3 ટાયર એસી કોચ, 07 સ્લીપર ક્લાસ અનરિઝર્વ્ડ કોચ અને 08 જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
આ પણ વાંચો: ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં પાંચ સભ્યોની કરાઇ નિમણૂક, ચાર સભ્યો ભાજપ સાથે છે સંકળાયેલા
ટ્રેન 09461ના 3 ટાયર એસી કોચનું બુકિંગ આજે 18.00 કલાકથી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો આ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.