ભાજપમાં ભરતી, આદિવાસી નેતા સહિત હજારો કાર્યકરોના કેસરિયા

ખબરી ગુજરાત ગુજરાત રાજકારણ
Spread the love

Naran Rathva Join BJP : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસને નેસ્તે નાબૂદ કરી દે એવી શક્યતા જણાઈ રહી છે. એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી ભાજપનો હાથ પકડી રહ્યાં છે.

આ પણ વાંચો – દરિયા કિનારે ધોવાણ અટકાવવા રાજ્ય સરકારનો નવતર પ્રયોગ

PIC – Social Media

Naran Rathva Join BJP : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત ભાજપમાં ભરતી મેળો પૂરબહારમાં છે. કોંગ્રેસના એક પછી એક દિગ્ગજ નેતા હાથનો સાથ છોડી કમળ પકડી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) મુક્ત કરવાની નેમ ધારણ કરી હોય તેવું જણાઈ રહ્યું છે. આજે ભાજપ (BJP) દ્વારા આયોજિત ભરતી મેળામાં ફરી એક કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા સહિત હજારોની સંખ્યામાં કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કોંગ્રેસમાં એક પછી એક દિગ્ગજ નેતાઓના રાજીનામા પડી રહ્યાં છે, ત્યારે આજે આદિવાસી કદાવર નેતા નારણ રાઠવા (Naran Rathva) એ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા કોંગ્રેસ પક્ષમાં ફરી એક વખત સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. નારણ રાઠવાએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા કોંગ્રેસ પક્ષમાં ફરી એક વખત સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. બીજી બાજુ વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અભિષેક ઉપાધ્યાયે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.

ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલ (CR Patil)ની હાજરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી નારણ રાઠવા આજે ભાજપમાં જોડાયા છે. તેઓની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. એટલુ જ નહિ અંદાજીત 11 હજાર કાર્યકરોએ પણ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. સી.આર. પાટીલે કહ્યું કે, 10500 થી વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. દેશના ઇતિહાસના પીએમ ઉપર ભરોસો મૂકી એક સાથે આટલા મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. તમે સહુ એક પક્ષના કાર્યકર તરીકે જોડાયેલ હતા,તમને ઈચ્છા હતી કે લોકોના કામ થાય છે. પણ તમે જે પક્ષમાં હતા તે દિશાવિહીન પક્ષ હતો. તમને એ વાત ખૂંચતી હતી કે પક્ષનું કોઈ લક્ષ્ય નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ભાજપમાં ભળ્યા બાદ આદિવાસી નેતા નારણ રાઠવાએ જણાવ્યું હતુ કે, અમે પક્ષ પાસે કોઈ અપેક્ષા રાખતા નથી. અમે વિકાસની રાજનીતિ જોઈને ભાજપમાં જોડાયા છીએ. અમારી કોઈ નારાજગી નથી.

આપને જણાવી દઈએ કે, નારણ રાઠવા છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે કામ કર્યું છે અને પાર્ટીમાં સતત સક્રિય રહ્યાં છે. પોતાના સમયગાળમાં તેઓ 6 વાર સાંસદ બન્યા, એકવાર રાજ્યકક્ષાના રેલવે પ્રધાન પણ રહ્યા. પ્રાયોજના વહીવટદાર તરીકેની નોકરી છોડીને રાજકારણમાં આવેલા રાઠવા, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા હતી. અંતે આજે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે.