RCB vs HRS : હૈદરાબાદે બનાવ્યો IPL ઇતિસાહનો સૌથી મોટો સ્કોર

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

RCB vs HRS : આઈપીએલ 2024 સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ રમાઈ રહી છે. આરસીબીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. જેમાંથી માત્ર 1 મેચ જીતી શક્યા છે. તેણે પોતાના 4 મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ પેટ કમિન્સની કેપ્ટનશિપમાં હૈદરાબાદની ટીમે 5માંથી 3 મેચ જીતી છે જ્યારે 2 હારી છે.

આ પણ વાંચો – PM Modi Interview: વિપક્ષે રામ મંદિરને બનાવ્યું રાજનીતિનું હથિયાર

PIC – Social Media

આઈપીએલ 2024 સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જવાબમાં હૈદરાબાદે 288 રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

HRS એ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, બનાવ્યો ઐતિહાસિક સ્કોર

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે જોરદાર શરૂઆત કરી હતી અને 3 વિકેટ ગુમાવીને 287 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. આ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા હૈદરાબાદની ટીમે આ જ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 277 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો હતો. હવે તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

હેડની ચોથી સૌથી ઝડપી સદી

મેચમાં ઓપનર ટ્રેવિસ હેડે માત્ર 39 બોલમાં સદી ફટકારી હતી. આમ આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તુટતા તુટતા બચ્યો છે. આઈપીએલમાં આ રેકોર્ડ વેસ્ટઇન્ડીઝના સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેલ (30 બોલમાં)ના નામે છે. ટ્રેવિસ હેડે 39 બોલ પર 8 છક્કા અને 4 ચોકા ફટકારી સદી પોતાના નામે કરી હતી. તેનો સ્ટ્રાઇક રેટ 255 રનનો રહ્યો હતો. ટ્રેવિસ હેટે મેચમાં 41 બોલ પર કુલ 102 રનની ઇનિંગ રમી હતી. તેની સિવાય હેનરિક ક્લાસેને 31 બોલમાં 67 રન જોડ્યા. આરસીબી માટે લોકી ફર્ગ્યુશને 2 અને રીસ ટોપ્લીએ 1 વિકેટ ઝડપી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

IPLમાં ટીમનો સર્વોચ્ચ સ્કોર

287/3 – સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ આરસીબી, બેંગલુરુ, 2024

277/3 – સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, 2024
272/7 – કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, વિશાખાપટ્ટનમ, 2024
263/5 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પુણે વોરિયર્સ, બેંગલુરુ, 2013
257/5 – લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, મોહાલી, 2023
248/3 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ગુજરાત લાયન્સ, બેંગલુરુ, 2016
246/5 ​​- ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ, 2010