Ranbir Kapoor controversy : બોલિવુડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor)ને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. ક્રિસમસની પાર્ટીમાં રણબીર કપૂરનો એક વિડિયો વાયરલ થયા બાદ વિવાદ (controversy) વકર્યો છે.
આ પણ વાંચો : આર્મી બેકગ્રાઉન્ડમાં મોટી થયેલી અનુષ્કા શર્મા છે કરોડોની માલિક
Ranbir Kapoor controversy : બોલિવુડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor)ને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. ક્રિસમસની પાર્ટીમાં રણબીર કપૂરનો એક વિડિયો વાયરલ થયા બાદ વિવાદ (controversy) વકર્યો છે. કપૂર ફેમેલિએ હાલમાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિસમસની પાર્ટીનું આયોજન કર્યું હતુ. જેમાં આખો પરિવાર એક સાથે પાર્ટીની મજા માણતો જોવા મળ્યો હતો. આ દરમિયાન રણબીર કપૂર દારુવાળી કેકમાં આગ લગાવતા જોવા મળ્યો હતો. આગ લગાવતી વખતે તે “જય માતા દી” (Jay Mata di)બોલ્યો હતો. સોશિયલ મીડિયામાં રણબીર કપૂરના આ વિડિયોને લઈ ભારે ટીકા થઈ રહી છે. ત્યારે હવે એક એડવોકેટે અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
શું છે સમગ્ર મામલો
એડવોકેટે આ વાયરલ વિડિયાના આધારે કહ્યું, કે જે રીતે રણબીર દારૂવાળી કેકમાં આગ લગાવી રહ્યાં છે અને “જય માતા દી” બોલી રહ્યાં છે, તેનાથી ઘણાં લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. એવામાં એડવોકેટે ઘાટકોપર પોલીસ સ્ટેશન, મુંબઈમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ એડવોકેટે માંગ કરી છે કે એક્ટર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે. જે સેક્શન 295એ (જાણીજોઈને કોઈ વર્ગની ધાર્મિક લાગણીઓનું અપમાન કરી ધાર્મિક લાગણીઓ દુભાવવી), 298 (ધાર્મિક ભાવનાઓ દુભાવવા જાણી જોઈને કોઈ શબ્દનો પ્રયોગ કરવો), 500 (માનહાનિ) અને 34 અંતર્ગત એફઆઈઆર નોંધાવી જોઈએ. જો કે, હજુ સુધી તેના પર કોઈ અપડેટ આવ્યું નથી કે પોલીસે એફઆઈઆર પણ નોંધી નથી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જણાવી દઈએ કે કપૂર ફેમેલિ દર વર્ષે ક્રિસમસની ખૂબ ધૂમધામથી ઉજવણી કરે છે. આ વખતે રણબીર કપૂર અને અલિયા ભટ્ટે ક્રિસમસ નિમિતે પોતાની દીકરી રાહા કપૂરનો ચહેરો રિવિલ કર્યો હતો. મીડિયામાં તેનો પરિચય કરાવ્યો હતો. રાહા હાલમાં જ એક વર્ષની થઈ છે. પણ ત્યાં સુધી આ આલિયા અને રણવીરે રાહાનો ફેસ રિવિલ કર્યો નહોતો.
ફેન્સ પણ રાહાની ક્યુટનેસ પર ફિદા થઈ ગયા હતા. ફેન્સ તેની નિલી આંખોના વખાણ કરતા થાકતા નથી. પણ રણબીર રડાર પર આવી ગયો છે. ફેન્સ એક્ટરની આ હરકતથી ઘણાં અપસેટ છે. તેઓએ કહ્યું કે આ પ્રકારની ઉજવણી કરવામાં “જય માતા દી” બોલવું તે ખોટું છે. ઘણાં લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. જો કે, રણબીર તરફથી હજુ સુધી તેના પર કોઈ નિવેદન સામે આવ્યું નથી કે માફી પણ માંગી નથી.