Dinesh Rathod, Khabri Media, Rajkot: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં 33થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમામ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવના ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ ગયા છે.
અને હજારો ખેલૈયાઓ રાસ-ગરબા રમીને મા ખોડલની આરાધના કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના ચારેય ઝોનમાં યોજાયેલા શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં છ દિવસથી ખેલૈયાઓ ગ્રાઉન્ડ છલકાવી રહ્યા છે અને સંગીતના તાલે રાસ-ગરબા રમી રહ્યા છે.
સર્વ સમાજની બહેનો શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોનમાં ઝુમી ઉઠી
છઠ્ઠા નોરતે 20 ઓક્ટોબરના રોજ શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોનમાં જયશ્રી રામના નારા સાથે હાથમાં કેસરીયા ધ્વજ લઈને ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. તો આ તરફ શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વેસ્ટ ઝોનમાં ટીટોડા રાસમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.
જ્યારે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોનમાં સર્વ સમાજની બહેનોએ રાસ-ગરબા રમ્યા હતા. તો આ તરફ રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં એટલે કે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઈસ્ટ ઝોનમાં હજારો ખેલૈયાઓથી ગ્રાઉન્ડ ખીચોખીચ થઈ ગયું હતું.
શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વેસ્ટ ઝોનમાં ટીટોડા રાસમાં રમઝટ બોલાવતા હજારો ખેલૈયાઓ
મહત્વનું છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેરના ચારેય ઝોનમાં યોજાયેલા શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, પ્રખ્યાત સિંગર, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે મેડિકલને લઈને પણ તકેદારી રાખવામાં આવી છે.
ચારેય નવરાત્રિ મહોત્સવ સ્થળે એમ્બ્યુલન્સની સાથે ડોક્ટરોની ટીમ પણ હાજર રહે છે. આમ ખેલૈયાઓની સુરક્ષા અને સ્વાસ્થ્યની સંભાળ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાખવામાં આવી રહી છે.