રાજકોટ NCCના ગ્રુપ દ્વારા તમામ એન.સી.સીના એસોસિયેટ NCC ઓફિસર્સ (ANO's) કોન્ક્લેવનું આજરોજ રાજકુમાર કોલેજમાં ભાવસિંહજી હોલ ખાતે રાજકોટ

રાજકોટમાં NCC એસોસિયેટ ઓફિસરોની રાજકુમાર કોલેજ ખાતે મંત્રણા બેઠક યોજાઈ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

રાજકોટ NCCના ગ્રુપ દ્વારા તમામ એન.સી.સીના એસોસિયેટ NCC ઓફિસર્સ (ANO’s) કોન્ક્લેવનું આજરોજ રાજકુમાર કોલેજમાં ભાવસિંહજી હોલ ખાતે રાજકોટ એન.સી.સીના ગ્રૃપ કમાન્ડન્ટ બ્રિગેડિયર સંજય એસ.ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. NCC રાજકોટ ગ્રૃપની બટાલિયનમાં આઠ બટાલિયનમાં બે તબક્કામાં સ્ટ્રેન્થમાં વધારો કરાશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ તકે બ્રિગેડિયર સંજય એસ. એ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજકોટ એન.સી.સીના ગ્રુપ ખૂબ સારુ કામ કરી રહ્યું છે. એન.સી.સી. માટે આવનારા બે-ત્રણ વર્ષ એકદમ મહત્વના છે. કારણકે એન.સી.સીનું વિસ્તરણ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે, ત્યારે રાજકોટ ગ્રૃપમાં એન.સી.સી બટાલીયનમાં આઠ જેટલી બટાલીયન છે. જેમાં બે તબક્કામાં સ્ટ્રેન્થમાં વધારો કરવામાં આવશે. સાથોસાથ એન.સી.સીમાં ઓટોમેશનની પ્રક્રિયા પણ વેગ પકડી રહી છે.

બ્રિગેડિયરએ વધુમાં જણાવ્યું કે, સરકારની અન્ય ક્ષેત્રમાં અપનાવાતી ડાઈરેક્ટ બેનીફિટ ટ્રાન્સફરને અપનાવીને કેડેટ્સને મળવાપાત્ર લાભ સત્વરે આપવામાં આવશે. સમગ્ર ભારતમાં 35 હજારથી વધુ સ્કુલો-કોલેજો એન.સી.સીનું જોડાણ લેવા ઉત્સુક છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઓફિસર બનવા માટે સર્વિસ સિલેક્શન બોર્ડના ઈન્ટર્વ્યુ માટે સૌરાષ્ટ્રના કેડેટ્સ અંગ્રેજી ભાષા અને પર્સનાલિટી ડેવલપમેન્ટ પર વધુ ધ્યાન આપે તે માટે એસોસિયેટ ઓફિસર્સ દ્વારા અપાતી તાલીમમાં વધારો કરવામાં આવશે.

એન.સી.સીમાં બોય્ઝ બટાલિયનમાં 33% ગર્લ્સને એડમિશન આપીને વુમન એમ્પાવરમેન્ટ આધારીત મિક્સડ બટાલીયન બનાવવામાં આવશે.

આ પણ વાંચો: ISROએ દુનિયાને ફરી બતાવી તાકાત! ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડલને કરાવ્યું પરત

આ તકે રાજકુમાર કોલેજના વિદ્યાર્થીઓએ બેન્ડના સુરીલા સંગીત સાથે પરર્ફોર્મ કર્યું હતું. અને ડેપ્યુટી કમાન્ડર રવિન્દર સિંઘ, કર્નલ એસ.એસ. બિસ્ટ, કમાન્ડિંગ ઓફિસર 2-ગુજરાત ગર્લ્સ બટાલીયનના કર્નલ રિતેશચંદ્ર સિંઘ સહિત એન.સી.સીના ૩૫૦ જેટલા એસોસિયેટ NCC ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.