Shivangee R Khabri media Gujarat
મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધીએ 20 ઓક્ટોબરે પ્રચાર દરમિયાન ધર્મ વિશે વાત કરી હતી. આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આદર્શ આચાર સંહિતા અને આરપી એક્ટ બંનેનું ઉલ્લંઘન કર્યું છે. ભારતના ચૂંટણી પંચને પૂછવા માંગીએ છીએ કે, શું પ્રિયંકા ગાંધી વાડ્રા આદર્શ આચાર સંહિતા કરતા પણ ઉપર છે. ચૂંટણી પર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ. ધાર્મિક ભાવનાથી પ્રચાર નહી, દુષ્પ્રચાર છે
મેઘવાલે કહ્યું કે, ધાર્મિક ભાવનાથી કોઈ પ્રચાર ન કરી શકાય. આ પ્રચાર નથી પરંતુ દુષ્પ્રચાર છે. અમે પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ.PMના નામ પર જૂઠાણુ ફેલાવી રહ્યા છે પ્રિયંકા ગાંધી
મંત્રી મેઘવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 28 જાન્યુઆરીના રોજ માલ સિંહ ડૂંગરી જવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે પ્રિયંકા પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો છે.
READ: Junagadh: જૂનાગઢ જિલ્લામાં માર્ચ 2025 સુધીમાં પ્રિપેડ વીજ મીટર લગાવવામાં આવશે
રાજસ્થાનમાં વ્યક્તિને ટ્રેક્ટરથી કચડી નાખ્યો, પ્રિયંકા ત્યાં જાઓકોંગ્રેસના નેતાને સલાહ આપતા મેઘવાલે કહ્યું કે, રાજસ્થાનમાં એક વ્યક્તિને ટ્રેક્ટરથી કચડી નાખવામાં આવ્યો છે તો તેમણે ત્યાં જવું જોઈએ. યુપીમાં રેપની ઘટના પર તેમના ઘરે જાય છે પરંતુ રાજસ્થાનની ઘટનાઓ તેમને નજર નથી આવતી. તેમણે કહ્યું કે, આજની ઘટના પર પ્રિયંકા ગાંધીએ જવાબ આપવો જોઈએ.