સુરતમાં કુંભાણી વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો, લોકતંત્રનો હત્યારો-ગદ્દાર…

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Lok Sabha Election : લોકસભાની ચુંટણી પહેલા સુરત લોકસભાની બેઠક પર મોટો ખેલ પડી ગયો છે. ભાજપના ઉમેદવાર સુરત સીટ પરથી બિનહરીફ જાહેર થતા ગુજરાતમાં એક સીટ કોંગ્રેસના હાથમાંથી નીકળી ગઈ છે.

આ પણ વાંચો – પટના : હોટલમાં આગ લાગતા અફરા તફરી, 6 લોકોના મોત

PIC – Social Media

Lok Sabha Election : લોકસભાની ચૂંટણી પહેલા સુરત બેઠક પર હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાંથી વકરેલો વિવાદ હજુ શાંત થયો નથી. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થતા અને બાકીના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા અહીં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવાર જીતી જતા સુરતની સીટ દેશમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નિલેશ કુંભાણી કોંગ્રેસનો વિભિષણ હોવાની ચર્ચા

એક બાજુ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ગયા છે. તો બીજી બાજુ સુરત લોકસભા સીટ પર થયેલા ખેલનો વિભિષણ નિલેશ કુંભાણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નિલેશ કુંભાણીએ જ ભાજપને ઉમેદવારને ચુંટણી જીતાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે હાલ નિલેશ કુંભાણી ક્યાં છે. તેનો કોઈને અતો પતો નથી. જેને લઈ કોંગ્રેસ પાર્ટીમાં તેમની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

નિલેશ કુંભાણી વિરુદ્ધ ગદ્દારના પોસ્ટર

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ તેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. ત્યારે હવે કોંગ્રેસના કાર્યકરો જ કુંભાણીનો વિરોધ કરી રહ્યાં છે. બે દિવસ પહેલા કોંગ્રસના કેટલાક કાર્યકરો ગદ્દારના બેનરો સાથે કુંભાણીનો વિરોધ કરલી તેના ઘરે પહોંચ્યા હતા. ત્યારે આજે વરાછા વિસ્તારમાં નિલેશ કુંભાણીના વિરોધમાં પોસ્ટરો લાગ્યા છે. જેમાં લખ્યું છે કે, “આને ઓળખો; આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર…સુરત લોકસભાના 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો, જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડો” શહેરમાં કુંભાણીના પોસ્ટરો લાગતા માહોલ ગરમાયો છે.