Rajkot: રાજકોટ શહેરમાં જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં 29/02/2024 સુધી તમામ બેંકો, તમામ એ.ટી.એમ.સેન્ટરો, સોના-ચાંદી તથા કિંમતી ડાયમંડના ઝવેરાત વેચનાર દુકાનો, શોરૂમ, તથા શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થીયેટર, શોપીંગ સેન્ટર, કોમર્શીયલ સેન્ટર, કોમર્શિયલ સેન્ટરો, હોટલ, કોફીશોપ, કાફે, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, લોજીંગ-બૉર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, આંગડિયા પેઢીના વ્યવસાયિકો તથા શોપીંગ મોલ, હોટેલ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોના પ્રવેશદ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સિક્યોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવાના રહેશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં ગેઈટ વાઈઝ સારી ગુણવત્તાવાળા વધુ રેન્જના માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા તથા બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ. કેમેરા ગોઠવવાના રહેશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ સી.સી.ટી.વી.ના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવવાના રહેશે. આ કેમેરા સતત 24 કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓની રહેશે. પોલીસ દ્વારા જ્યારે જયારે સી.સી.ટી.વી. ફૂટેજ માંગવામાં આવે ત્યારે ત્યારે કોઈપણ પ્રકારના વિલંબ વગર સી.સી.ટી.વી. ફૂટેજ આપવાના રહેશે.
આ પણ વાંચો:
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.