PM Modi Interview: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એએનઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં રામ મંદિર સહિત ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી. તેઓએ કહ્યું કે જ્યારે દેશવાસીઓ દેશ ચલાવવાની જવાબદારી આપે છે તો માત્ર દેશ પર જ ફોકસ હોવું જોઈએ.
આ પણ વાંચો – જ્યારે ચમકીલાની સમાધિ માટે કરવો પડ્યો સંઘર્ષ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો
PM Modi Interview: 19 એપ્રિલે લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન થનાર છે. પહેલા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એએનઆઈને ઇન્ટરવ્યુ આપ્યો છે. એએનઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ ઘણાં મુદ્દાઓ પર વાતચીત કરી છે. આ દરમિયાન તેઓએ વિકસિત ભારત 2047ના વિઝન પર પોતાની વાત કહી. તેઓએ કહ્યું કે મારી પાસે મોટી યોજનાઓ છે. કોઈને ડરવાની જરૂર નથી. મારો નિર્ણય કોઈને ડરાવવા, દબાવવા માટે નથી પરંતુ દેશના સમગ્ર વિકાસ માટે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રામ મંદિર આસ્થાનો વિષય
ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે આપણા માટે રામ મંદિર આસ્થાનું પ્રતિક છે. જ્યારે મને પ્રાણ પ્રતિષ્ઠા માટે બોલાવવામાં આવ્યો ત્યારે મે કેટલાક લોકોને પૂછ્યુ કે હું આ કામ રામભક્ત તરીકે કરવા માંગુ છુ. મે થોડો અભ્યાસ પણ કર્યો, ત્યાર બાદ મે 11 દિવસનું અનુષ્ઠાન કર્યુ. જમીન પર સુતો, પ્રભુ રામ જ્યાં ગયા હતા, હુ ત્યાં ગયો. મે કંબ રામાયણનો પાઠ કર્યો. મારા માટે આ કોઈ ઇવેન્ટ નહોતી, આસ્થાનો વિષય હતો. આ મંદિર પાછળ 500 વર્ષનો સંઘર્ષ, લાખો લોકોનું બલિદાન, લાંબી ન્યાયીક પ્રક્રિયા, એએસઆઈનું ખોદાણ, હિન્દુસ્તાનના લોકોનું ધન, જેને પોતાના પૈસે આ મંદિરનું નિર્માણ કર્યુ, તે સરકારી ખજાનાથી નથી બન્યુ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
વિપક્ષે રાજનીતિનો મુદ્દો બનાવ્યો
પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષે તેને રાજનીતિનો મુદ્દો બનાવ્યો. વિપક્ષે તેને વોટબેન્કની રાજનીતિ કરવાનું હથિયાર બનાવ્યુ. જ્યારે આ મામલો કોર્ટમાં હતો ત્યારે અત્યારે નિર્ણય ન આવે એવા પણ પ્રયત્નો કરવામાં આવ્યાં. પરંતુ ન્યાયીક પ્રક્રિયામાં તે જિતી શક્યા નહિ. રામ મંદિર બની ગયુ. કંઈ ન થયુ. ક્યાંય આગ લાગી નહિ. સોમનાથ મંદિરથી લઇને અત્યાર સુધીની ઘટનાઓ જુઓ, ત્યાં ડો. રાજેન્દ્ર પ્રસાદ જીને જવું હતુ. કોઈ વિવાદ નહોતો. પરંતુ જવા દેવાયા નહિ. પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ મળ્યુ અને તેનો અસ્વીકાર કર્યો. વિચારો જેણે રામ મંદિર બનાવ્યું તે તમારા તમામ પાપ ભૂલીને તમારી પાસે આવીને તમને નિમંત્રણ આપે છે અને તમે તેનો અસ્વીકાર કરો છો. તો વિચારો વોટબેન્ક માટે શું કરી શકે છે.