કચ્છ જિલ્લામાં હજુ પણ 38,012 ખેડૂત લાભાર્થીઓએ ઈ-કેવાયસી કરાવ્યુ નથી. આગામી જાન્યુઆરી 2024 સુધીમાં ઈ-કેવાયસી કરાવી લેવું પડશે. જો તેમ નહીં કરાય તો એ પછી PM-KISAN યોજના હેઠળ મળનાર સહાય અટવાઈ શકે છે.

PM-KISAN Yojana: ગ્રામસેવકો દ્વારા E-કેવાયસી કેમ્પેઈન શરૂ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Kutch News: કચ્છ જિલ્લામાં હજુ પણ 38,012 ખેડૂત લાભાર્થીઓએ ઈ-કેવાયસી કરાવ્યુ નથી. આગામી જાન્યુઆરી 2024 સુધીમાં ઈ-કેવાયસી કરાવી લેવું પડશે. જો તેમ નહીં કરાય તો એ પછી PM-KISAN યોજના હેઠળ મળનાર સહાય અટવાઈ શકે છે.

આ યોજના હેઠળ ત્રણ સમાન હપ્તા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા સહાય અપાય છે. હજુ પણ જિલ્લાના 38,012 લાભાર્થી ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી. હાલ આ યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ ફરજિયાત ઈ-કેવાયસી અને આધાર કાર્ડ સાથે બેન્ક ખાતાને લિંક કરાવી ડીબીટી એનેબલ કરાવવું પડે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જો બાકી ખેડૂતો દ્વારા સમય મર્યાદામાં ઈ-કેવાયસી ન કરાવવામાં આવે તો તેઓને પી.એમ.કિસાન યોજનાનો 16 મો હપ્તો મળશે નહી. પી.એમ.કિસાન યોજના અંતર્ગત ગ્રામસેવકો દ્વારા ઝૂંબેશરૂપે ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે. જિલ્લા ખેતીવાડીતંત્રના ગ્રામસેવકો દ્વારા ગામે-ગામ ડોર ટુ ડોર ખેડૂતોનો રૂબરૂ સંપર્ક કરી ઓનલાઇન ઈ-કેવાયસી કરી આપવામાં આવી રહી છે.

ઈ-કેવાયસી કરાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા pmkisanGoi નામની ખાસ એપ્લીકેશન બનાવવામાં આવી છે. હાલમાં ગ્રામ સેવકો દ્વારા ગામડે-ગામડે કેમ્પનું આયોજન કરી લાભાર્થીઓનો સંપર્ક કરી આ એપ્લીકેશનમાં ફેશ ઓથેન્ટીકેશન દ્વારા e-KYC કરવાની કામગીરી ચાલુ છે.

ઈ-કેવાયસી આધારકાર્ડ અને મોબાઈલ નંબર સાથે લીંક કરવાની પ્રક્રિયા છે. જો બેન્ક ખાતા સાથે આધાર કાર્ડ લીંક ના હોય તો બેંકમાં જઈ ખાતેદારે એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર ફરજિયાત લીંક કરાવવાનું હોય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સૌથી પહેલા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવું જોઈએ. ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવા કોમન સર્વિસ સેન્ટર(CSC), ઈ-ગ્રામ સેન્ટર, ગ્રામ્ય લેવલે વી.સી.ઈ અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરી ઈ-કેવાયસી કરાવી શકે છે.

હાલ જિલ્લામાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના કર્મચારી પણ આ કામગીરી કરી રહ્યા છે. આધાર સીડિંગ વીથ ડી.બી.ટી એનેબલ ભારત સરકારના જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ આધાર બેઝ પેમેન્ટ ( લાભાર્થીનું જે બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંક હોય તેમાં પેમેન્ટ) થી આપવામાં આવનાર છે.

આ પણ વાંચો: મિશન શક્તિ યોજના એટલે શું? જાણો કઈ રીતે છે ઉપયોગી

આથી, જે લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ આધાર સાથે સીડિંગ કરવામાં આવેલા ન હોય તે તમામ લાભાર્થીઓને પોતાની બેન્ક શાખાનો સંપર્ક કરી આધાર સીડીંગ કરાવવાનું રહેશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.