Shivangee R Khabri Media Gujarat
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. કઈ પીચ ટીમને મદદ કરશે અને તે ભારતીય બોલરોને કેવી રીતે મદદ કરશે તેના પર નિષ્ણાતોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.
અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ મેચ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ મેચ માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે દરેક મેચમાં પિચ મહત્વની હોય છે. પીચથી કઇ ટીમને ફાયદો થશે તે આવતીકાલે 19મી નવેમ્બરે ખબર પડશે. આ અંગે ક્રિકેટ એક્સપર્ટ જીજ્ઞા ગજ્જરે પીચને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
પિચ કેવી હશે?
જિજ્ઞા ગજ્જરે કહ્યું કે, અમદાવાદમાં અત્યાર સુધી રમાયેલી તમામ મેચો જોતા એવું લાગે છે કે પિચ સ્પિનરો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. અગાઉ રમાયેલી મેચોમાં બેટિંગ લક્ષી પીચ હતી. પરંતુ આ વખતે બોલરો માટે સ્પિનર ખૂબ ફાયદાકારક રહેશે.
ભારતીય ટીમ માટે આ પીચ કેટલી ફાયદાકારક છે?
અત્યાર સુધી આ પીચ પર રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની બોલિંગ મજબૂત રહી છે. ભારતીય ખેલાડીઓનું બોલિંગ પ્રદર્શન ઘણું સારું રહેશે અને આ પીચ અને ફિલ્ડ ખૂબ જ મોટું છે, જેના કારણે તેઓ ઓસ્ટ્રેલિયાની ટીમને પણ ફાયદો આપે છે.