Jagdish, Khabri media Gujarat
Panchmahal : પંમચમહાલમાં બે ખાનગી બસો (Bus) વચ્ચે ગમખ્વાર અકસ્માતની (Accident) ઘટના સામે આવી રહી છે. ગોધરા-દાહોદ હાઈવે (Godhara – Dhaod Highway) પર સર્જાયેલા આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો : PM મોદીએ જાડેજાને કહ્યું – “કાં બાપુ… ઢીલો ન પડતો”
મળતી માહિતી અનુસાર પંચમહાલમાં ગોધરા – દાહોદ હાઈવે પર એક ખાનગી બસ બંધ પડતા રોડની સાઈડમાં ઉભી હતી તે દરમિયાન અન્ય એક બસ પાછળથી ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયંકર હતી કે આ દુર્ઘટનામાં મહિલા અને બે બાળકો સહિત ચાર લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યાં છે. દુર્ઘટના બાદ પોલસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ભારતે ગુપ્ત રીતે ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું
પ્રાપ્ત વિગતો અનુસાર ઈન્દોરથી અમદાવાદ જઈ રહેલી એક લકઝરી બસમાં ખામી સર્જાતા હાઈવે પર પાર્ક કરીને તેમા રીપેરીંગની કામગીરી કરવામા આવી રહી હતી. તે સમયે આ માર્ગ પરથી પસાર થતી એક અન્ય લકઝરી બસના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા માર્ગ પર ઉભેલી બસને ટકકર મારી દીધી હતી. પરિણામે બસ બાજુના એક ખાડામા ઉતરી જતા તેમા બેઠેલા મુસાફરોમા ચીસાચીસ પડી જવા પામી હતી. અકસ્માતની જાણ થતાની સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને ગોધરા સિવિલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.સાથે આ અકસ્માતમાં એક મહિલા, બે બાળક સહિત 4ના મોત થયાની ખબર પ્રાપ્ત થઈ રહી છે. 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ગોધરા ખાતે ખસેડાયા હતા.