ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની સંસ્થા રાજકોટ એમ.એસ.એમ.ઈ. (MSME) પ્રૌદ્યોગિકી વિકાસ કેન્દ્રમાં વિવિધ વ્યવસાયલક્ષી/રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમો માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

રાજકોટ MSME કેન્દ્રમાં GST, ટેલીની તાલીમ લેવાનો મોકો

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Rajkot: ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની સંસ્થા રાજકોટ એમ.એસ.એમ.ઈ. (MSME) પ્રૌદ્યોગિકી વિકાસ કેન્દ્રમાં વિવિધ વ્યવસાયલક્ષી/રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. એક દિવસના ઉદ્યોગસાહસિકતા જાગરૂકતા કાર્યક્રમ અંતર્ગતની 100 બેઠકો, પાંચ દિવસના જી. એસ. ટી. (GST) સિમ્પલીફાઇડ (પ્રેક્ટિકલ) કાર્યક્રમની 30 બેઠકો તેમજ 1.5 મહિનાના કોમ્પ્યુટરાઇઝડ એકાઉન્ટિંગ – ટેલી (જી.એસ.ટી. સાથે) કાર્યક્રમની 30 બેઠકો માટે અરજીઓ કરી શકાશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ધોરણ 10 પાસ અને 18 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ ઉદ્યોગસાહસિકો કે કર્મચારીઓ આ તાલીમ માટે અરજી કરી શકશે. જી.એસ.ટી. સિમ્પલીફાઇડ (પ્રેક્ટિકલ) કાર્યક્રમની ફી રૂ.590/- તેમજ કોમ્પ્યુટરાઇઝડ એકાઉન્ટિંગ ટેલી કાર્યક્રમની ફી રૂ. 1180/- છે. મહિલાઓ તેમજ એસ.સી., એસ.ટી., બી.પી.એલ. તેમજ દિવ્યાંગ તાલિમાર્થીઓ માટે નિ:શુલ્ક છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

એડમિશન માટે આધાર કાર્ડ, ફોટો, સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ અને અન્ય ઓળખના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ જોડવાની રહેશે. એક દિવસનો નિ:શુલ્ક ઉદ્યોગસાહસિકતા જાગરૂકતા કાર્યક્રમ આપની સંસ્થા/કોલેજમાં પણ આયોજિત કરી શકાશે.

આ પણ વાંચો: કચ્છમાં 1863 આંગણવાડી કાર્યકરોને અપાઈ TLMની તાલીમ

આ માટે 99097 93186 ઉપર અથવા રાજકોટ વિસ્તાર કેન્દ્ર, ચોથો માળ, એનેક્ષી બિલ્ડીંગ, અમૃતા એસ્ટેટ, કમિશ્નર ઓફિસની સામે, ગિરનાર સિનેમા પાસે, એમ.જી. રોડ ખાતે સંપર્ક કરી શકાશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.