Oscars Awards 2024માં ઓપનહાઇમરનો દબદબો

ખબરી ગુજરાત મનોરંજન
Spread the love

Oscars Awards 2024 : અમેરિકાના લોસ એન્જલસ સ્થિત ડોલ્બી થિએટરમાં 96માં એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કાર્સ 2024નું આયોજન કરાયું હતુ. આ કાર્યક્રમમાં ઓપનહાઇમર ફિલ્મનો દબદબો જોવા મળ્યો. ફિલ્મમાં એક્ટર રોબર્ટ ડાઉની જુનિયર, એક્ટર કિલિયન મર્ફી અને ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલનને પોતાનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ જિત્યો છે.

આ પણ વાંચો – 12000 કરોડના ખર્ચે સાબરમતી આશ્રમનું પુનઃનિર્માણ

ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ઓપનહેઇમર’એ આ વર્ષે 7 ઓસ્કર જીતીને ઈતિહાસ રચ્યો છે. આ પ્રખ્યાત દિગ્દર્શકે માત્ર શ્રેષ્ઠ નિર્દેશકની શ્રેણીમાં ઓસ્કાર 2024 જીત્યો નથી, પરંતુ તેની ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ક્રૂ પણ ઓસ્કાર જીત્યા છે. ‘ઓપનહાઇમર’માં પોતાના મુખ્ય રોલથી સૌના દિલ જીતનાર કેટેલીન મર્ફીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તે જ સમયે, રોબર્ટ ડાઉની જુનિયરે તેની કારકિર્દીનો પ્રથમ ઓસ્કાર 2024 એવોર્ડ જીત્યો છે. એમ્મા સ્ટોનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો અને ‘ઓપેનહેમર’ને પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. આ સાથે ‘ઓપનહેઇમર’એ 13 કેટેગરીમાં નોમિનેશન બાદ 7 ઓસ્કાર એવોર્ડ જીત્યા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પુઅર થિંગ્સને કેટલા ઓસ્કાર એવોર્ડ મળ્યા?

એમ્મા સ્ટોન અભિનીત ‘પુઅર થિંગ્સ’એ કેટેગરીમાં નોમિનેટ થયા બાદ 3 ઓસ્કાર એવોર્ડ જીત્યા. એમ્માનો આ બીજો ઓસ્કાર એવોર્ડ છે. એમ્મા સ્ટોનને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ પહેલા 2016માં તેને ફિલ્મ ‘લા લા લેન્ડ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. અગાઉ 2016માં તેણે ફિલ્મ લા લા લેન્ડ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે બેસ્ટ એક્ટ્રેસ સિવાય ‘પૂઅર થિંગ્સ’એ 3 કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા. તેને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન, પ્રોડક્શન ડિઝાઈન અને મેક-અપ અને હેરસ્ટાઈલિંગ કેટેગરીમાં ઓસ્કાર પણ મળ્યો હતો. જ્યારે ‘બાર્બી’ને 8 કેટેગરીમાં નોમિનેશન મળ્યું અને 1 એવોર્ડ જીત્યો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

‘ઓપનહેઇમરે’ 7 એવોર્ડ કર્યા પોતાને નામ

શ્રેષ્ઠ દિગ્દર્શન – ક્રિસ્ટોફર નોલાન (ઓપનહેઇમર)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા: રોબર્ટ ડાઉની જુનિયર, ‘ઓપનહેઇમર’
શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગઃ ‘ઓપનહેઇમર’
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – ‘ઓપનહેઇમર’
લુડવિગ ગોરાન્સન બેસ્ટ ઓરિજનલ સ્કોર – ‘ઓપનહેઇમર’
શ્રેષ્ઠ અભિનેતા – સીલિયન મર્ફી
શ્રેષ્ઠ પિચર – ‘ઓપનહેઇમર’