RTE admission: રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ગરીબ બાળકને સારામાં સારી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પરંતુ કેટલાક વાલીઓની કરતુતના હિસાબે લાયક ગરીબ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકતુ નથી.
આ પણ વાંચો – આ છે ભારતના 5 સૌથી મોંઘા ઘર, જાણો કોણ છે તેના માલિક
RTE admission: રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ બાળકને સારામાં સારી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પરંતુ કેટલાક વાલીઓની કરતુતના હિસાબે લાયક ગરીબ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકતુ નથી. જી હા અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. RTE હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવનાર 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
શૈક્ષણક વર્ષ 2024-25માં આરટીઈ અંતર્ગત એડમિશન મેળવવાની પ્રક્રિયા 30 માર્ચના રોજ સમાપ્ત થઈ ગઈ છે. જો કે અમદાવાદમાં કેટલાક વાલીઓની એક ભૂલના કારણે બાળકોને સહન કરવાનો વારો આવ્યો છે. અહીં કેટલાક વાલીઓએ ખોટી આવક દર્શાવી એડમિશન માટે અરજી કરી હતી. આ અંગે ખુલાસો થતા અમદાવાદમાં શિક્ષણ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. RTE હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવનાર 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
રદ થયેલા એડમિશનમાં ઉદગમ સ્કૂલના 106 અને ગ્લોબલ સ્કૂલના 46 એડમિશન જ્યારે ઝેબર સ્કૂલના 10, આનંદ નિકેતન સ્કૂલના 6 એડમિશન રદ કરવામાં આવ્યા છે. તેમજ ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે. નોંધનીય છે કે આવા વાલીઓને કારણે ઘણીવાર લાયક ગરીબ બાળક સારા શિક્ષણથી વંચિત રહી જાય છે. ત્યારે આવા વાલીઓએ પોતાના અને અન્ય બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી આ પ્રકારની ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.