પાટણમાં સીએમની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Nari Shakti Vandana : સીએમ ભૂપેન્દ્ર પટેલ નારી શક્તિ વંદના કાર્યક્રમની રાજ્યકક્ષાની ઉજવણીમાં પાટણ ખાતે સહભાગી થયા હતા. ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં 13 હજારથી વધુ સ્વ સહાય જૂથોની 1.30 લાખથી વધુ મહિલાઓને રૂપિયા 250 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી.

આ પણ વાંચો – શા માટે ઉજવાય છે મહાશિવરાત્રિ, મહાશિવરાત્રિનું શું છે મહત્વ?

PIC – Social Media

Nari Shakti Vandana : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત – વિકસિત ગુજરાત અંતર્ગત ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં 13 હજારથી વધુ સ્વ સહાય જૂથોની 1.30 લાખથી વધુ મહિલાઓને રૂપિયા 250 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય યોજનાકીય સહાયના લાભ પણ આપવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, પાછલા દસકામાં મહિલા કલ્યાણલક્ષી અનેક પગલાં લેવાયા છે. માતૃશક્તિને સક્ષમ અને અસરકારક બનાવવા યોજનાઓનો અસરકારક અમલ થયો છે. આજે મહિલા વિકાસ નહીં, પણ મહિલા સંચાલિત વિકાસની ગેરંટી છે. સમગ્ર દેશમાં 30 કરોડ માતાઓ બહેનો મુદ્રા લોનથી લાભાન્‍વિત થઈ છે. 3.12 કરોડ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખૂલ્યા છે. મહિલા ઉદ્યોગકારોની સંખ્યા પણ ઉત્તરો ઉત્તર વધી છે. દેશના અડધા ભાગના સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલા શક્તિ કરે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ વર્ષના બજેટમાં જ્ઞાન (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા સશક્તિકરણ પર જોર આપીને એ માટે નક્કર પગલા ભર્યા છે. વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિમાં પંચાયતથી પાર્લામેન્ટ અને પ્લે ગ્રાઉન્ડથી સ્પેસ સાયન્સ દરેક ક્ષેત્રે નારી શક્તિનું કૌવત ઝળક્યું છે.

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે સશક્ત સમાજ માટે સશક્ત મહિલાનો કાર્ય મંત્ર અપનાવ્યો છે. સરકારે સશક્તિકરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ધ્યાન આપ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર રાજ્યની જનતા અને મહિલાઓ માટે એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટ એમ ત્રિ-પાંખિયા વ્યુહ સાથે સેવારત છે.

રાજ્ય સરકારે ગ્રામીણ મહિલાઓને મદદરૂપ થવા માટે સખીમંડળો થકી બહેનોના હાથમાં કરોડોનો કારોબાર સોંપ્યો છે. સખીમંડળ દ્વારા રિવોલ્વિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને કેશ ક્રેડિટ આપવામાં આવે છે.

મહિલાઓની ભાગીદારીથી ગુજરાતનું ડેરી સેક્ટર દુનિયાનું સૌથી મોટું કો-ઓપરેટિવ મુવમેન્ટ બની ગયું છે. ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દૂધ ઉત્પાદનથી કરોડો રૂપિયા કમાય છે. આજે નારી શક્તિ વંદના ઉત્સવ કરીને આપણે આ તમામ માતા બહેનોનું ગૌરવ કરી રહ્યા છીએ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મહિલાઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય સાથે સલામતીને પ્રાથમિકતા આપી સરકાર કામ કરી રહી છે. ગુજરાત સરકારે ઇતિહાસનું સૌથી મોટું 3 લાખ 32 હજાર કરોડનું આ વર્ષે બજેટ રજૂ કર્યું છે. આ વર્ષે બજેટમાં ગયા વર્ષ કરતા મહિલા અને બાળ વિકાસ માટે 13 ટકા વધારા સાથે રૂપિયા 6885 કરોડનું બજેટ ફાળવ્યું છે.

રાજ્ય સરકારે દરેક નાગરિક માટે ‘લિવિંગ વેલ – અર્નિંગ વેલ’ ના સૂત્ર સાથે વિકસિત ગુજરાત 2047નું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરીને વિકસિત ગુજરાતનો રોડ મેપ રજૂ કર્યો છે. રાજ્યની વિકાસયાત્રામાં માતાઓ બહેનોનો સમાવેશ સમાવેશ કરીને સમગ્ર દેશમાં મહિલા સશક્તિકરણનું રોલ મોડલ પ્રસ્થાપિત કર્યું છે.