Rajkot: ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે રૂ. 48 લાખ 16 હજારના ખર્ચે નવનિર્મિત 10 બેડના અદ્યતન મેડિકલ સુવિધાથી સજ્જ નવજાત શિશુ સારવાર એકમ (SNCU)નું લોકાર્પણ પોરબંદરના સાંસદ (MP Porbandar) રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું.હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સાંસદ રમેશભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ નવું SNCU કાર્યરત થતા આજુબાજુના ત્રણ તાલુકાનાં નવજાત બાળકોને સ્થાનિક કક્ષાએથી જ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મળી રહેશે.
નવનિર્મિત SNCU 10 વોર્મર, ફોટોથેરાપી યુનિટ, વેન્ટિલેટર, સી પેપ મશીન, ઓકસીજન કોન્સન્ટ્રેટર તથા પોર્ટબલ એકસ રે જેવા ઈકવીપમેન્ટથી સજ્જ છે. જેથી નવજાત શિશુ સેપસિસ, હાયપોથરમીયા, હાયપોગ્લાઈશિયા, પ્રીટર્મ, લો બર્થ વેઇટ, આંચકી, કમળા વગેરે બીમારીની સારવાર ઉપલેટા ખાતે જ મેળવી શકશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
નવજાત શિશુ સારવાર કક્ષના નિર્માણ માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વિશેષ કાળજી દાખવી સ્થાનિક ઉપલબ્ધ વિવિધ ફંડનો ઉપયોગ કરેલ છે. SNCUની સેવાઓ સુવ્યવસ્થીત ચાલુ રહે તે માટે 6 સ્ટાફ નર્સ, 3 અટેન્ડેન્ટ, 1 સીકયુરીટી ગાર્ડની નિમણૂક કરવામાં આવેલ છે.
આ પણ વાંચો: ઉપલેટા આહીર સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા કરાયું સમૂહ લગ્નનું આયોજન
આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચોધરી, ધારાસભ્ય ડો મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ સ્થાનિક આગેવાનો રોગી કલ્યાણ સમીતીના સભ્યો, દાતાઓ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.