Jagdish, Khabri Media Gujarat
Five crore cash seized : ચૂંટણી પંચ (Election Commission) ના જણાવ્યા અનુસાર ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં અત્યાર સુધીમાં આશરે 1760 કરોડ રૂપિયા કેશ જપ્ત કરવામાં આવ્યાં છે. જે 2018માં આ પાંચ રાજ્યોમાંથી મળેલા કેશથી 7 ગણાં વધારે છે.
આ પણ વાંચો : વાપી રેલવે સ્ટેશન પર જીઆરપી જવાન બન્યો દેવદુત, જુઓ CCTV
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીનું 30 નવેમ્બરે મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગાચ્ચીબાઉલીમાં કારમાંથી 5 કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યાં છે. જ્યારે કાર ચાલકને આ કેશ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ કેશનો હિસાબ આપી શક્યા નહોતા. પોલીસે આ મામલે 3 લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : જાણો, 24 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ
પોલીસના જણાવ્યા અનુસાર, વાહનોના ચેકિંગ દરમિયાન કારમાંથી બે સુટકેસ મળી આવ્યાં હતા. જેને ખોલતા પોલીસ કર્મચારીઓ ચોંકી ગયા હતા. પોલીસે કેશ જપ્ત કરી ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમજ આ રકમ આયકર વિભાગને સોંપી દીધી છે.
આ પહેલા ચૂંટણી પંચે જણાવ્યું હતુ કે, 5 રાજ્યોમાં ચૂંટણીની ઘોષણા બાદ અત્યાર સુધીમાં 1760 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ જપ્ત કરવામાં આવી છે. આ રકમ 2018માં આ 5 રાજ્યોમાંથી મળેલી કેશ કરતા 7 ગણી વધારે છે. ચૂંટણી પંચે રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ સાથે મળીને આ પ્રકારની કાર્યાવાહીને પાર પાડી છે. ચૂંટણી પંચ અનુસાર, ચુંટણીની ઘોષણા બાદ મધ્ય પ્રદેશ, મિઝોરમ, છત્તિસગઢ, તેલંગાણા અને રાજસ્થાનથી 1760 કરોડ રૂપિયાથી વધુ રાશિ જપ્ત કરવામાં આવી છે. જ્યારે 2018માં આ રાજ્યોમાંથી 239.15 કરોડ રૂપિયા જપ્ત થયા હતા.