Morbi fake toll: નકલી ટોલ બૂથના સમાચાર સોમવારે ગુજરાતમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. મોરબી વાંકાનેર હાઈવે ટોલ પોઈન્ટ સામે ફેક્ટરી નજીકથી રોડ પસાર કરીને ગેરકાયદે ટોલ પોઈન્ટ બનાવ્યો હતો. તો હવે આ મામલે એક મોટું અપડેટ આવ્યું છે. આ કેસમાં જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપીઓ વિરુદ્ધ કલમ 384, 406, 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં વઘાસિયા ટોલનાકાના કર્મચારી દ્વારા કોઇપણ જાતની ફરિયાદ ન કરવામાં આવતા પોલીસ ખુદ ફરિયાદી બની. આ મામલે સિટી પોલીસે જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
તપાસનો રિપોર્ટ ટૂંક સમયગાળામાં આવશે
મોરબી નજીક રોડ પર લગભગ દોઢ વર્ષથી નકલી ટોલ બૂથ ચાલુ કરીને વાહનચાલકો પાસેથી રૂ.200 વસુલવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. સરકારે આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે. સરકારના પ્રવક્તા મંત્રી હૃષીકેશ પટેલે લાલ આંખ બતાવી છે અને કહ્યું છે કે આ ઘટનામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આ સાથે તેમણે જણાવ્યું હતું કે આ બાબતની તપાસ મોરબી પ્રાંતના અધિકારીઓ અને ડીવાયએસપીને સોંપવામાં આવી છે. આ સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસનો રિપોર્ટ ટૂંક સમયમાં મળી જશે.
સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના પુત્ર સામે ગુનો.
આ કેસમાં વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીના અમરશી પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સિરામિક કંપની સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશીની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં વાંકાનેર શહેર પોલીસે ફરિયાદી તરીકે સિરામિક કંપનીના માલિક સહિત પાંચ લોકો સામે ગુનો નોંધ્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીના માલિક અમરશી પટેલ, વઘાસિયા ગામના વર્તમાન સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ટોલ બૂથથી માત્ર 200 મીટર દૂર ગેરકાયદે ટોલ બૂથ બનાવવામાં આવ્યું હતું. જ્યાં વાહનચાલકો પાસેથી રૂ.50 થી રૂ.200 વસુલવામાં આવતા હતા. આ ગેરકાયદે ટોલ બૂથ છેલ્લા દોઢ વર્ષથી ધમધમતું હતું. જો કોઈ વાહન સરકારમાન્ય ટોલ બૂથ પરથી પસાર થાય છે, તો તેની પાસેથી 400 રૂપિયા સુધીનો ટોલ વસૂલવામાં આવે છે.
આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.