PM Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની ગોલ્ડન જયુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી એક લાખથી વધુ ખેડૂતો, દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ સહિત પશુપાલકો આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા હતા.
આ પણ વાંચો : IPL 2024 સિઝનમાંથી આ ઘાતક ખેલાડી બાહર, ગુજરાત ટાઈટન્સને ફટકો
અમૂલને વિશ્વની નંબર વન ડેરી બનાવા મોદીની ગેરંટી
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેશનને તેની સુવર્ણ જયંતી પર શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, 50 વર્ષ પહેલા ગુજરાતનાં ગામોએ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો એ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાઈ છે. અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર તમામ સહયોગ આપશે, એ મોદીની ગેરંટી છે.
તેઓએ કહ્યું કે, આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રાન્ડ બની, પરંતુ અમૂલનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે, અમૂલ જેવું કોઈ નહીં એમ કહેતા વડાપ્રધાને કહ્યું કે, આજે અમૂલ દેશના પશુપાલકોના સામર્થ્યની ઓળખાણ બની ગયું છે. અમૂલ અને શ્વેતક્રાંતિની સફળતાની વાત કરતાં દેશના પશુધનના યોગદાનને યાદ કરીને વડાપ્રધાને પશુધનની વંદના કરી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
અમૂલને એક બ્રાન્ડની સફળતાનો ઉત્તમ પર્યાય ગણાવતા વડાપ્રધાને જણાવ્યું કે, અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે લોકભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તીકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાની સ્વીકાર્યતા, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટાં સપનાં, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ.
સરદાર પટેલે અમૂલનો પાયો નાંખ્યો – પીએમ
અમૂલના ઉદભવ અંગે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, અમૂલનો પાયો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડા મિલ્ક યુનિયન સ્વરૂપે નંખાયો હતો. સમયની સાથે સાથે ડેરી સહકારિતા ગુજરાતમાં વ્યાપક ક્ષેત્રે ફેલાઇ અને ક્રમશઃ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું નિર્માણ થયું. આજે પણ અમૂલ સરકાર અને સહકારના તાલમેળનું ઉત્તમ ઉદાહરણ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ભારત ‘વિમેન લેડ ડેવલેપમેન્ટ’ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે
GCMMF અને અમૂલે સાધેલા વિકાસ અંગે વધુમાં વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દૂરંદેશી વિચારો સાથે લીધેલા નિર્ણયો કેવી રીતે આવનારી પેઢીનું ભાગ્ય બદલી શકે તેનું ઉત્તમ ઉદાહરણ અમૂલ છે. આજે અમૂલ જે સફળતાની ઊંચાઈ પર છે તે ફકત મહિલાશક્તિના કારણે છે. આજે જ્યારે ભારત ‘વિમેન લેડ ડેવલોપમેન્ટ'(Women led development)ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના ડેરી સેકટરની આ સફળતા દેશ માટે મોટી પ્રેરણા બની રહેશે.
દેશને વિકસિત બનાવવા માટે દેશની પ્રત્યેક મહિલા આર્થિક રીતે સશકત બને તે જરૂરી છે. એટલે જ, અમારી સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધે તે દિશામાં કામ કરી રહી છે. મહિલાઓની આર્થિક શક્તિ વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. મુદ્રા લોન હોય કે પીએમ આવાસ યોજના, દરેક યોજનામાં નારીશક્તિને અગ્રતા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : પીએમ કિસાન યોજના : આ દિવસે ખેડૂતાના ખાતામાં પડશે રૂપિયા, જાણો તારીખ
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, અમે ગ્રામીણ ભારતના દરેક પાસાને પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યા છીએ. નાના ખેડૂતોના સશક્તીકરણ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારી સરકાર અન્નદાતાને ઊર્જાદાતા બનાવવાની સાથે સાથે ઉર્વરકદાતા (ખાતરદાતા) બનાવવા પર ભાર મૂકી રહી છે.