Kesar Mango : ભર શિયાળે માર્કેટ યાર્ડમાં કેરી (Mango)ની આવક થતા કેરી લેવા માટે લોકોએ પડા પડી કરી છે. જી હા પોરબંદર (Porbandar) માર્કેટ યાર્ડમાં ભર શિયાળે કેરી (Mango)ની આવક થઈ છે. જ્યાં કેસર કેરીના 10 કિલો બોક્સોનો ભાવ 15500 રૂપિયા બોલાયો છે. ગુજરાતમાં કેરી (Mango)નો આટલો ઊંચો ભાવ મળવાની આ પ્રથમ ઘટના છે.
આ પણ વાંચો : ગ્લેન મેક્સવેલનો વિસ્ફોટક અંદાજ, સર્જી રેકોર્ડ્સની વણઝાર
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
કેરીના ભાવે રચ્ચો ઈતિહાસ
વિશ્વમાં કૃષિ અને પાક ઉત્પાદન ક્ષેત્ર ક્રાંતિ આવી છે. જેને લઈ કોઈપણ પાક કોઈપણ જગ્યાએ અને ઋતુમાં લઈ શકાય છે. પોરબંદરના બરડા પંથકમાં પાકેલી કેસર કેરી તેનું તાજુ ઉદાહરણ છે. ભર શિયાળા કેસર કેરીની પોરબંદર માર્કેટ યાર્ડમાં આવક થઈ છે. શિયાળામાં કેસર કેરી આવતા કેરીના શોખીનોએ ખરીદી માટે પડાપડી કરી છે. સિઝન ન હોવા છતા પણ કેરીનો સ્વાદ માણવા માટે લોકો મો માંગી કિંમત આપવા પણ તૈયાર છે. ત્યારે કેસર કેરીના ભાવે ઈતિહાસ રચ્યો છે. પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીના એક બોક્સની કિંમત 15500 રૂપિયા બોલાઈ છે. એટલે એક કિલો કેરીના 1551 રૂપિયા.
આ પણ વાંચો : શિયાળામાં ગીઝરના ઉપયોગ વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન
ગુજરાતના ઈતિહાસમાં સૌથી ઊંચો ભાવ
રાણાવાવના જાબુન ફાર્મમાં આંબે મોર બેસવાનું શરૂ થઈ ગયા છે. એટલુ જ નહિ આ જ ફાર્મમાંથી આવેલા કેસર કેરીના બે બોક્સની પોરબંદર માર્કેટ યાર્ડમાં ઊંચી બોલી લાગી છે. અહીં 10 કિલોનું બોક્સ 15500 રૂપિયામાં વેંચાયું હતુ. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ઈતિહાસમાં કેસર કેરીના બોક્સનો આટલો ઊંચો ભાવ મળવાની આ પ્રથમ ઘટના છે.