Dinesh Rathod, Gujarat, Khabri media
કોલકાતા: સંસદમાં લાંચ લઈને પ્રશ્નો પૂછવાના આરોપોમાં ઘેરાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)ને તેમની પાર્ટીએ નવી જવાબદારી સોંપી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ મોઇત્રાને કૃષ્ણનગર (નદિયા ઉત્તર) જિલ્લાના પાર્ટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તપાસ પૂરી કર્યા બાદ સંસદની એથિક્સ કમિટી (Ethics Committee)એ સંસદમાં લાંચ લઈને પ્રશ્નો પૂછવાના મામલામાં મહુઆ વિરુદ્ધ 10 નવેમ્બરે લોકસભા સ્પીકર ઓમ બિરલાને રિપોર્ટ મોકલી દીધો છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી કરવી તે સ્પીકર નક્કી કરશે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ આ નવી જવાબદારી માટે પાર્ટી ચીફ અને સીએમ મમતા બેનર્જીને આભાર માન્યો છે. મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આક્ષેપો કર્યા હતા
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ 15 ઓક્ટોબરે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે મહુઆએ સંસદમાં સવાલ પૂછવા માટે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને ગિફ્ટ લીધી હતી. દુબેએ આ આરોપો મહુઆના ભૂતપૂર્વ પાર્ટનર અને વકીલ જય અનંત દેહદરાઈ દ્વારા લખેલા પત્રના આધારે લગાવ્યા હતા.
આ પણ વાંચો: હવે WhatsAppના ઉપયોગ માટે ચૂકવવા પડશે પૈસા!
સમિતિએ મહુઆ મોઇત્રાનું સાંસદ સભ્યપદ રદ કરવાની ભલામણ કરી છે
તપાસમાં એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રાના ગુનાને ગંભીર ગણાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિએ પોતાના રિપોર્ટમાં મહુઆ મોઇત્રાની લોકસભાની સદસ્યતા રદ કરવાની ભલામણ કરી છે. મોઇત્રા વિરુદ્ધના આ અહેવાલને ગુરુવારની બેઠકમાં સમિતિએ મંજૂરી આપી હતી. 6 સાંસદોએ આ અહેવાલના સમર્થનમાં અને 4એ વિરોધમાં મતદાન કર્યું હતું.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.