Harjit Jani, Jamnagar, Khabri Gujarat
મિતેશ કપુરીયા આયોજન
હાર્દિક પટેલ ખેલૈયો
જામનગરના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, 71 વર્ષથી શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો આ પરંપરા નિભાવી રહ્યા છે. આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમવામાં આવે છે.
જામનગરમાં 71 વર્ષથી ચાલતી શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જામનગરમાં થતા આ રાસ ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોચે છે. આખરે ગુજરાતીઓ પોતાને ગરબા રમતા રોકી શકતા નથી. જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા ર્માં આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિને ભક્તિભાવ સાથે ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે.
જામનગરના રણજીતનગરમાં લેઉવા પટેલ સમાજના ચોકમાં છેલ્લા 71 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજુ થતાં મશાલ રાસે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે. આ રાસ નિહાળવો લોકોને ખૂબ પસંદ પડે એવો છે. વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેળિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા રાત્રે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે શ્રી પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની ઝલક નિહાળવા જેવી હોય છે.
આમ, તો જામનગર વિવિધ પ્રકારના ઈતિહાસ માટે જાણીતું છે. પરંતુ આ સાથે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા માતા આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રીને ભક્તિભાવ સાથે ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે. જામનગરમાં પટેલ સમાજના ચોકમાં લગભગ છેલ્લા 70 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજુ થતાં તલવાર રાસ અને મશાલ રાસે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે.
વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેળિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. લોકોના જણાવ્યા પ્રમાણે અહીંના લોકોમાં ગરબાનો ખૂબ શોખ હોય છે. જામનગરના રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે શ્રી પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની જામનગર વાસીઓ ભારે પ્રસંશા કરતા હોય છે. હાથમાં ખુલ્લી તલવાર સાથે શકિત અને શૌર્યના પ્રતીક સાથે ગરબે ઘૂમતા ખૈલૈયાઓ સૌનું મન મોહી લેતા હોય છે. ‘શિવાજીના હાલરડાં’ અને ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ના ગીતો સાથે યુવાનો જોમથી તલવાર રાસ રજૂ કરતાં હોય છે
જામનગરના રણજીત નગર પટેલ સમાજ પાસે યોજાતી પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્ય બહુ જ નયનરમ્ય હોય છે. આ ઉપરાંત મશાલ રાસ દરમ્યાન મશાલ સાથે યુવાનો ગરબા દરમ્યાન સવસ્તિકના પ્રતિક પણ રચે છે. જેથી લોકોમાં આ રાસ-ગરબાઓનું ખાસ વિશેષ આકર્ષણ છે. આ રાસને નિહાળવા લોકો અહીં ઉપસ્થિત થાય છે. દાંતરડા, મશાલ અને તલવારથી ખેલૈયાઓ કઈ રીતે ખુમારી સાથે રમે છે રાસ તે જોવાનો રોમાંચ જ કંઈક અલગ હોય છે.
જામનગરના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, 71 વર્ષથી શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો આ પરંપરા નિભાવી રહ્યા છે. આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમવામાં આવે છે.
જામનગરમાં 71 વર્ષથી ચાલતી શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જામનગરમાં થતા આ રાસ ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોચે છે. આખરે ગુજરાતીઓ પોતાને ગરબા રમતા રોકી શકતા નથી. જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા ર્માં આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિને ભક્તિભાવ સાથે ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે.
જામનગરના રણજીતનગરમાં લેઉવા પટેલ સમાજના ચોકમાં છેલ્લા 71 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજુ થતાં મશાલ રાસે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે. આ રાસ નિહાળવો લોકોને ખૂબ પસંદ પડે એવો છે. વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેળિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા રાત્રે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે શ્રી પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની ઝલક નિહાળવા જેવી હોય છે.
આમ, તો જામનગર વિવિધ પ્રકારના ઈતિહાસ માટે જાણીતું છે. પરંતુ આ સાથે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા માતા આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રીને ભક્તિભાવ સાથે ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે. જામનગરમાં પટેલ સમાજના ચોકમાં લગભગ છેલ્લા 70 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજુ થતાં તલવાર રાસ અને મશાલ રાસે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે.
વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેળિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. લોકોના જણાવ્યા પ્રમાણે અહીંના લોકોમાં ગરબાનો ખૂબ શોખ હોય છે. જામનગરના રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે શ્રી પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની જામનગર વાસીઓ ભારે પ્રસંશા કરતા હોય છે. હાથમાં ખુલ્લી તલવાર સાથે શકિત અને શૌર્યના પ્રતીક સાથે ગરબે ઘૂમતા ખૈલૈયાઓ સૌનું મન મોહી લેતા હોય છે. ‘શિવાજીના હાલરડાં’ અને ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ના ગીતો સાથે યુવાનો જોમથી તલવાર રાસ રજૂ કરતાં હોય છે.
આ પણ વાંચો: મોદી જીનો ગગન ચુંબી નિર્ણંય, જાણો શું છે