Jagdish, Khabri Media Gujarat
હૈદરાબાદમાં એક કાર રિપેરિંગ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. અહીં કારનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતુ. તે દરમિયાન પાસે રાખેલા એક કેમિકલમાં આગ લાગી ગઈ હતી.
આ પણ વાંચો : કારમાં બહારથી CNG કિટ લગાવતી વખતે આ ત્રણ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, નહીં તો થશે આવું
જોત જોતામાં આગે એટલુ વિકરાળ રૂપ ધારણ કરી લીધુ કે આશરે 21 લોકો તેની ઝપેટમાં આવી ગયા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકો ગંભીર રીતે દાજી જતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
જણાવા મળ્યું છે, કે આગ લાગવાની સૂચના મળતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. હાલ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ લોકોને બચાવવાનો પ્રયત્નો શરૂ છે.
હૈદરાબાદમાં થયેલી આ દુર્ઘટનાના ઘણાં વિડિયો સામે આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે, કે ફાયર વિભાગના કર્મચારીઓ સીડીઓ દ્વારા બિલ્ડિંગ પર ચઢી લોકોનું રેસ્ક્યુ કરી રહ્યાં છે.
આ પણ વાંચો : રોડ મારા બાપનો…, નશામાં ધૂત નબીરાએ ફરી સર્જ્યો અકસ્માત
લોકોના જણાવ્યાં અનુસાર કેમિકલના કારણે આગ લાગવાથી તેને પાણીથી કાબૂમાં લઈ શકાય એમ નથી. ફાયર બ્રિગેડને સવારે આશરે સાડા નવ વાગ્યે જાણકારી મળી હતી. ત્યાર બાદ ઘટના સ્થળે ફાયર વિભાગની ગાડીઓને મોકલવામાં આવી હતી. આપને જણાવી દઈએ, કે થોડા દિવસો પહેલા પણ કોઠાપેટમાં લલિત હોસ્પિટલમાં પાસે એક દુકાનમાં આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.