Lok Sabha Election 2024 : લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતની ભરૂચ સિટને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. AAP-કોંગ્રેસ વચ્ચે ભરુચની સિટને લઈ ખેંચતાણ વધી છે.
આ પણ વાંચો – આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડૂતના પરિવારને 1 કરોડની સહાય
Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતના INDIA ગઠબંધનમાં ચૂંટણીને લઈને જોરદાર જંગ જોવા મળી રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર કોકડુ ગુંચવાયું છે. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જેને લઈને કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલનું મોટું નિવેદન આવ્યું છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલે ભરૂચ બેઠક પરથી કોંગ્રેસ ચૂંટણી લડે તેવી માંગ કરી છે. આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ જાહેર કર્યું છે. જો કે સ્થાનિક કોંગ્રેસ આ નેતાએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ફૈઝલ પટલે શું કહ્યું?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું કે, કોંગ્રેસ લોકશાહી પક્ષ છે. INDIA ગઠબંધન આપણા દેશ માટે ખૂબ જ જરૂરી છે. જો કોંગ્રેસને ઉમેદવારી મળશે તો કોંગ્રેસ અને INDIA ગઠબંધનને જ તેનો ફાયદો થશે. કોંગ્રેસ માટે ભરૂચ જિલ્લામાં જીત મેળવવી ખૂબ જ સરળ રહેશે. AAPની તાકાત માત્ર એક વિધાનસભા સીટ પર છે. 2022માં AAPનો ગ્રાફ નીચે આવ્યો છે. હું માનું છું કે, ભરૂચ બેઠક કોંગ્રેસને જવી જોઈએ. અન્યથા હું આ INDIA ગઠબંધનનું સમર્થન નહિ કરુ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઉપરાંત ફૈઝલ પટેલે ગઠબંધનને લઈ ટ્વિટ કરતા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. તેઓએ ટ્વિટ કરી કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ આપ પાર્ટીને ફાળવવામાં આવશે તો હું કે કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો આપ પાર્ટીના ઉમેદવારનું સમર્થન નહીં કરીએ.