Leap Day : ગ્રેગોરિયન કેલેન્ડરનું વર્ષ 2024 ચાલી રહ્યું છે અને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ નહિ પણ 29 દિવસ છે. પણ આવું કેમ? વર્ષમાં આખરે એક દિવસ અલગથી કેમ જોડવામાં આવે છે. આવો તેની પાછળનું કારણ જાણીએ.
આ પણ વાંચો – 29 February : જાણો, આજનો ઈતિહાસ
Leap Day : આજે 29 ફેબ્રુઆરી છે. આ તારીખ ચાર વર્ષ બાદ કેલેન્ડરમાં જોવા મળશે. મહિનામાં 30 કે 31 દિવસ અને માત્ર ફેબ્રુઆરી 28 દિવસનો હોય છે. પરંતુ ચાર વર્ષમાં આવનાર એક ફેબ્રુઆરી મહિનામાં જ 29 તારીખ આવે છે. આ દિવસને લોકો અનોખો માને છે આ દિવસે લોકો કંઈક વિશેષ કરે છે. પરંતું તમને ખબર છે કે ફેબ્રુઆરી મહિનામાં દર ચાર વર્ષે 1 દિવસ કેમ જોડવામાં આવે છે. આવો તેની પાછળનું કારણ જાણીએ…
સૂર્ય અને પૃથ્વી સાથે જોડાયેલો છે 29 ફેબ્રુઆરીનો ઇતિહાસ
આપણી પૃથ્વી સૂર્યની પરિક્રમાં કરે છે. જેમાં 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 46 સેકન્ડનો સમય લાગે છે. પરંતું જ્યારે ગ્રેગોરિયન કલેન્ડરના હિસાબે વર્ષમાં 365 દિવસનો હોય છે. એટલા માટે ચાર વર્ષમાં ફેબુઆરી મહિનામાં 1 દિવસ જોવામાં આવે છે. સોલાર યર અને કલેન્ડર યરના દિવસોના અંતરને ઓછુ કરવા માટે 4 વર્ષો સુધી દર વર્ષે 6 કલાક જોડાય છે. એટલા માટે ચાર વર્ષે એક વાર લીપ યર આવે છે. જેમાં એક દિવસ જોડવામાં આવે છે. એટલે કે 366 દિવસ હોય છે. અને તેને જ લીપ યર કહેવામાં આવે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કેલેન્ડર યરના હિસાબે એક વર્ષ 365 દિવસોમાં પૂર્ણ થઈ જાય છે. જ્યારે સોલાર યરના હિસાબે એક વર્ષ 365 દિવસ અને આશરે 6 કલાકમાં પૂરુ થાય છે. નાસા અનુસાર, એક વર્ષમાં 6 કલાકનો સમય વધુ મહત્વ ધરાવતો નથી. પરંતું વર્ષો સુધી તેને નજરઅંદાજ કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી સમસ્યા ઉભી થઈ શકે છે.
આ કેલેન્ડરે કરી 29 ફેબ્રુઆરીની શોધ
ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત વર્ષ 1582માં થઈ હતી. આ પહેલા રશિયાનું જુલિયન કેલેન્ડર ચલણમાં હતુ. જેમાં વર્ષમાં 10 મહિના હતા. અને ક્રિસમસ તહેવાર માટે કોઈ નિશ્ચિત દિવસ નહોતો. ક્રિસમસનો એક દિવસ નક્કી કરવા માટે 15 ઓક્ટોબર 1582માં અમેરિકાના એલોયસિસ લિલિઅસએ ગ્રેગોરિયન કેલન્ડર શરૂ કર્યું. આ કલેન્ડરના હિસાબે જાન્યુઆરી પહેલો મહિનો છે અને વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બરમાં ક્રિસમત પત્યા પછી આવે છે. આ કેલેન્ડરમાં ક્રિસમસ દર વર્ષે 25 ડિસેમ્બરે આવે છે. આ રીતે શરુઆતમાં જ્યારે આ કેલેન્ડર બનાવામાં આવ્યું ત્યારે વર્ષમાં 365 દિવસ જ થાય તેને લઈ ભારે દલીલો થઈ હતી. ઘણી શોધ બાદ આખરે દર 4 વર્ષ બાદ એક દિવસ વર્ષમાં જોડવામાં આવે તો તે 6 કલાકના ગેપનો પૂરો કરી દેશે. જેથી 4 વર્ષ પછી 366 દિવસ થશે પરંતું બાકીના વર્ષોમાં 365 દિવસના માનવામાં આવશે.