હંગામો મચાવનાર 31 સાંસદોને સસ્પેન્ડ કરાયા સ્પીકરે આજે લોકસભામાં હંગામો મચાવનારા વિવિધ પક્ષોના 31 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં લોકસભા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનો પણ સમાવેશ થાય છે.
સંસદની સુરક્ષાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SITની રચનાની માંગ સંસદની સુરક્ષાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ આ મામલાની તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. તેમજ આ સમગ્ર મામલે SITની રચના કરીને સંસદની સુરક્ષાના મુદ્દે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
સોમનાથથી શરૂ થયેલું કામ હવે અભિયાન બની ગયું છેઃ પીએમ મોદી પીએમ મોદીએ કહ્યું કે આજે આઝાદીના 7 દાયકા પછી ફરી એકવાર સમયનું પૈડું ફરી વળ્યું છે. દેશ હવે ગર્વથી લાલ કિલ્લા પરથી ગુલામીની માનસિકતા અને તેના વારસામાંથી આઝાદીની ઘોષણા કરી રહ્યો છે. સોમનાથથી શરૂ થયેલું કામ હવે અભિયાન બની ગયું છે.
ભારતમાં ફરી કોરોના ત્રાટક્યો; અત્યાર સુધીમાં 5 લોકોના મોત દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં રવિવારે 335 નવા કોવિડ-19 ચેપ નોંધાયા છે, જે સક્રિય કેસની સંખ્યા 1,701 પર લઈ ગયા છે.