જાણો અત્યાર સુધીના મુખ્ય સમાચાર

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ અંગેનો નિર્ણય ફરી મોકૂફ જ્ઞાનવાપી અંગે ASI સર્વે રિપોર્ટ વાદી મહિલા અને તેના વકીલને આપવાની માંગણી કરતી અરજી પરનો નિર્ણય ફરી મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે શનિવારે નિર્ણય આવે તેવી શક્યતા છે.

સ્વાતિ માલીવાલેએ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.
સ્વાતિ માલીવાલે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આદમી પાર્ટીએ તેમને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા હતા, જે બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બંગાળમાં ED ટીમ પર થયેલા હુમલાની NIA તપાસ કરાવે – ભાજપે ઉઠાવી માંગ
પશ્ચિમ બંગાળમાં ED ટીમ પર થયેલા હુમલા પર ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ કહ્યું કે આજનો દિવસ પશ્ચિમ બંગાળ માટે કાળો દિવસ છે. TMC નેતા શેખ શાહજહાંના ગુંડાઓએ ED ટીમ પર હુમલો કર્યો. તેઓ (TMC) ભ્રષ્ટાચાર કરશે અને જો ED, CBIની ટીમો તેની તપાસ કરવા ત્યાં જશે તો તેઓ તેમના પર હુમલો કરશે. તેનો જવાબ જનતા 2024માં આપશે. NIAએ આ ઘટનાની તપાસ કરવી જોઈએ અને આરોપીઓની ધરપકડ કરવી જોઈએ.

મુકેશ અંબાણીને પાછળ છોડી ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ
ગૌતમ અદાણી માટે વર્ષ 2024 શુભ લાગી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ કેસમાં અદાણીને મોટી રાહત આપી હતી. જે બાદ અદાણી ગ્રુપના શેરના ભાવ રોકેટની ઝડપે વધી રહ્યા છે. જેના કારણે અદાણીની સંપત્તિમાં વધારો થયો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.