જાણો, સુરંગમાં ફસાયેલા મજૂરોને કઈ રીતે બહાર કાઢવામાં આવશે?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Jagdish, Khabri Media Guajrat

Uttarkashi labourers Rescue : ઉત્તરકાશી (Uttarkashi)માં સુરંગ (Tunnel)માં ફસેલા મજુરોને બચાવવા 13 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે. આ મહાઅભિયાન હવે અંતિમ તબક્કામાં છે. હવે કોઈપણ સમયે મજૂરોને સુરંગમાંથી બહાર કાઢવામાં આવી શકે છે. આ દરમિયાન રેસ્ક્યુ (Rescue)ની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓએ સ્ટેચરની મદદથી મજુરોને બહાર કાઢવા માટે મોકડ્રીલ કરી હતી. જણાવાઈ રહ્યું છે કે અંદર ફસાયેલા મજૂરોને સ્ટેચરની મદદથી બહાર કાઢવામાં આવશે.

આ પણ વાંચો : ભારત સરકાર ગૂગલ, ફેસબુક, એમેઝોન જેવી કંપનીઓ સાથે બિન-વ્યક્તિગત ડેટા શેર કરવાનું કેમ વિચારી રહી છે?

મહત્વનું છે કે સિલક્યારા સુરંગમાં 12 દિવસથી ફસાયેલા 41 મજૂરોના તણાવને દુર કરવા માટે બોર્ડ ગેમ, લુડો અને કાર્ડ્સ મોકલવાની યોજના બનાવાઈ છે. શ્રમિકોને બહાર કાઢવામાં ઘણાં અવરોધ આવી રહ્યાં છે. ગુરુવારે મોડી રાત્રે માટી વચ્ચે પાઈપ નાખવાનું કામ રોકવું પડ્યું હતું. જે પ્લટફોર્મ પર ડિલિંગ મશીન ટકેલુ છે તેના પર તીરાડો જોવા મળતા ડિલિંગનું કામ રોકી દેવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો : જય ગિરનારી… લીલી પરિક્રમામાં સુવિધાથી ભાવિકો ખુશખુશાલ

કેટલાક દિવસો પહેલા રેસ્ક્યુ ઓપરેશન વચ્ચે આવનાર અવરોધને દુર કરવા અને મજૂરોને જલ્દી બહાર કાઢવા માટે દિલ્હીથી કેટલાક નિષ્ણાંતો ઉત્તરકાશી પહોંચ્યા હતા. એનડીઆરએફ અને એસડીઆરએફના જવાન પહેલા પાઈપ દ્વારા ટનલમાં જશે અને ત્યાંથી મોટી ઉંમરના મજુરોને પહેલા બહાર કાઢવામાં આવશે.

ઘટના સ્થળે એબ્લ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે. જેથી સુરંગમાંથી રેસ્કયુ કરાયા બાદ મજુરોને તરત હોસ્પિટલ લઈ જઈ શકાય. તે માટે 41 બેડની એક વિશેષ હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. સુરંગથી લઈને હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ કાલે સાંજે ઉત્તરકાશીમાં હાજર હતા.