Junagadh : ખાનગી કંપનીમાં કામ કરતા યુવાને કર્યો આપઘાત

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jagdish, Khabri Media Guajrat

Junagadh : ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. કોઈ વ્યાજના વિષચક્રમાં ફસાઈ પોતાનું જીવન ટુંકાવી લેતા હોય તો કોઈ વળી માનસિક રીતે ભાંગી પડી ડિપ્રેશનમાં આપઘાત કરી લેતા હોય છે. ત્યારે જુનાગઢના એક યુવાને વીલિંગ્ડન ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયર જવાનોએ યુવાનના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટ માટે મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Kali Chaudas 2023: કાળી ચૌદસનું ધાર્મિક મહત્વ, આ દિવસે શું કરવું અને શું ન કરવું?

PIC – Social Media

મળતી માહિતી મુજબ, વંથલીમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા યુવાને જુનાગઢના વીલિંગ્ડન ડેમમાં પડતુ મુકી આપઘાત કરી લીધો છે. મૃતકનું નામ આદિલ પટેલ હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે ફાયર અને પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

યુવાને આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી હતી. જેમાં તેણે કંપના અધિકારીઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

તેણે આત્મહત્યા પહેલા સુસાઈડ નોટમાં લખ્યું છે, “કે હું આદિલ પટેલ, હું ઝાયડસ વેલનેસમાં જોબ કરું છું, નેટરલાઇટ બેટર ડિવિઝનમાં. મને લાસ્ટ મંથથી મારા સર મને ખૂબ જ પરેશાન કરે છે, ટાર્ગેટ માટે કે મને જીવવા પણ નથી દેતા એટલુ ટોર્ચર કરે છે. જેનું નામ છે ઉત્તમ ગજેરા, જેના લીધે મારે આ પગલુ ભરવા માટે મજબૂર કર્યો, પ્લીઝ લિગલી એક્શન લેજો. બાય બાય અલવિદા”

આ પણ વાંચો : ધરતીપુત્ર : જાણો કુદરતી ખેતી વિશે ખેડૂતનું મંતવ્ય, ફાયદામાં રહેશો

હાલ તો પોલીસે સુસાઇડ નોટને ધ્યાને લઈ વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ તહેવાર પર જ પરિવારે યુવાન દિકરો ગુમવતા પરિવારના લોકો પર આભ તૂટી પડ્યું છે. જોત જોતામાં તહેવારનો માહોલ શોકમાં ફેરવાય ગયો છે.