World’s Richest Person: એમેઝોનના માલિક જેફ બેજોસે (Jeff Bezos) ટેસ્લા અને X કંપનીના માલિક ઇલોન મસ્કને પાછળ છોડી દુનિયા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. જ્યારે ભારતના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી આ યાદીમાં ટોપ 10માં પણ પહોંચી શક્યા નથી.
આ પણ વાંચો – ભારતમાં રોજગાર મામલે આવ્યાં મોટા સમાચાર
World’s Richest Person: બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર પ્રથમ નંબરે રહેલા જેફ બેઝોસની નેટવર્થ 200.3 બિલિયન ડોલર છે. બીજા સ્થાને રહેલા ઇલોન મસ્કની કુલ સંપત્તિ 197.7 અબજ ડોલર છે.આટલું જ નહીં, ગયા વર્ષે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને 23 અબજ યુએસ ડોલરનો નફો થયો હતો. બીજી તરફ, ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને અંદાજે 31 બિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થયું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ 197 બિલિયન અમેરિકન ડોલર સાથે બર્નાર્ડ આર્નોલ્ટ છે. ચોથા સ્થાને Metaના CEO માર્ક ઝકરબર્ગ છે, જેમની કુલ સંપત્તિ 179 બિલિયન યુએસ ડોલર છે. તો માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ 150 બિલિયન યુએસ ડોલર સાથે અમીરોની યાદીમાં 5માં સ્થાને છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સ્ટીવ બાલ્મર છઠ્ઠા સ્થાને, વોરેન બફેટ 7મા સ્થાને અને લેરી એલિસન 8મા સ્થાને છે. લેરી એલિસનની કુલ સંપત્તિ 129 બિલિયન ડોલર છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં લેરી પેજ 9મા સ્થાને અને સેર્ગેઈ બ્રિન 10મા સ્થાને છે.
આ પણ વાંચો – વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ
જો ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની વાત કરીએ તો આ લિસ્ટમાં બંને ક્રમશઃ 11મા અને 12મા સ્થાને છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 115 બિલિયન યુએસ ડોલર છે, જેઓ 11મા ક્રમે છે. જ્યારે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી $104 બિલિયનની નેટવર્થ સાથે 12માં નંબરે છે.