Jagdish, Khabri Media Gujarat
Jummu Bus Accident : જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં 36 લોકોના મોત અને 19 લોકો ઘાયલ થયા છે. ઘટના ડોડો જિલ્લાના અસ્સર વિસ્તારની હોવાનું જણાવાઈ રહ્યું છે. અહીં એક બસ મુસાફરો સાથે ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં 36 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી છે. પરંતું આ ભયાનક દુર્ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Surat : 7 વર્ષના બાળક પર ફરી વળી કાર, જુઓ CCTV
પીએમ મોદીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારોને સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પોસ્ટ કરતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરના ડોડામાં થયેલી બસ દુર્ઘટના દુખદ છે. જે પરિવારોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે તેને માટે હું સંવેદના વ્યક્ત કરું છુ. ઘાયલ લોકો જલ્દી સાજા થાય તેવી હું પ્રાર્થના કરું છું.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
આ દરમિયાન તેઓએ પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા સહાય રકમની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : Jobs in Railway: નોર્થ સેન્ટ્રલ રેલવેમાં આવી નોકરીની તક, જાણો શું છે વિગત
આપને જણાવી દઈએ કે કિશ્તવાડ થી જમ્મુ તરફ જતી બસ અસાર વિસ્તારમાં ટ્રંગલ પાસે આશરે 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. ભારે ઊંચાઈથી નીચે પડવાતી બસ ભંગાર બની ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘાયલોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ સાથે સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા છે.