ICC Test Rankingsમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ફાયદો થયો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ 438 રને જીત મેળવવાથી ભારતીય ખેલાડીઓને ભારે ફાયદો થયો છે.
આ પણ વાંચો – ઝોમ્બી વાયરસ બન્યો હકીકત, આ જાનવરમાં જોવા મળી બિમારી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીના કારણે ICC Test Rankings (આઇસીસી ટેસ્ટ રેન્કિંગ) પર ઘણી અસર જોવા મળી રહી છે. આ શ્રેણીની ત્રણ મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. ટીમ ઈન્ડિયાની નજર હવે રાંચી ટેસ્ટમાં સિરીઝ જીતવા પર હશે. બીજી તરફ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં દબદબો જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ 434 રનથી જીતી હતી અને આ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડરોનું યોગદાન ઘણું મહત્વનું હતું. રવીન્દ્ર જાડેજાને પણ પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ટોપ 5માં ત્રણ ભારતીય ખેલાડીઓ
ભારતીય ટીમને ટેસ્ટ મેચ જીતાડનાર રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરોની ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે. આ યાદીમાં ટોચના પાંચમાં કુલ ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. જાડેજા ઉપરાંત આર અશ્વિન અને અક્ષર પટેલ પણ આ યાદીમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે અશ્વિન 330 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. જ્યારે અક્ષર પટેલ 281 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
અગાઉ અક્ષર પાંચમા સ્થાને હતો, પરંતુ બેન સ્ટોક્સના ખરાબ પ્રદર્શનને કારણે તે એક સ્થાન ગુમાવીને નીચે આવી ગયો હતો. જેનો લાભ અક્ષર પટેલને મળ્યો છે. આવી સ્થિતિમાં ઓલરાઉન્ડરોની આ ખાસ યાદીમાં ભારતનું સંપૂર્ણ વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ટીમ ઈન્ડિયાની જીતમાં ઓલરાઉન્ડર ખેલાડીઓનું યોગદાન હજુ પણ ઘણું વધારે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
રવિન્દ્ર જાડેજાની કમાલ
રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી હતી અને પાંચ વિકેટ લીધી હતી. જાડેજાનું પ્રદર્શન ઘણું શાનદાર હતું, જેના કારણે તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રાજકોટ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડરોની ICC ટેસ્ટ રેન્કિંગમાં 469 રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા છે. આ તેની ટેસ્ટ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ છે. જાડેજા આ મેચમાં ઈજા સાથે રમ્યો હતો અને ટીમ માટે ખૂબ જ સારી બેટિંગ અને બોલિંગ કરી હતી.