એશિયા પેરા ગેમ્સ માં ભારતનો વાગ્યો ડંકો

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત રમતગમત
Spread the love

Shivangee R Khabri media Gujarat

એશિયન પેરા ગેમ્સ રમત સ્પર્ધામાં ભારત ખરેખર સારું પ્રદર્શન કરી રહ્યું છે. પ્રાચી યાદવ નામની મહિલાએ કેનો રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો અને તેના પતિ મનીષ કૌરવે અલગ કેનો રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેઓ ભારતને ગૌરવ અપાવી રહ્યા છે!

India At Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સમાં ત્રીજા દિવસે ગુજરાતની ટેબલ ટેનિસની મહિલા ખેલાડી ભાવિના પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભાવિના પટેલે ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં ક્લાસ 4 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતના મેડલની સંખ્યા 22 થઇ ગઈ છે. જેમાં 8 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત મેડલ ટેબલમાં ચોથા સ્થાને છે. ચીન 40 ગોલ્ડ, 36 સિલ્વર અને 29 બ્રોન્ઝ આમ કુલ 105 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. ઈરાને અત્યાર સુધીમાં 27 મેડલ જીત્યા છે જેમાં 10 ગોલ્ડ, 10 સિલ્વર અને 7 બ્રોન્ઝ સામેલ છે. તે બીજા નંબરે છે.

ભારત તરફથી સિમરન વત્સે મહિલાઓની 100 મીટર T12 ઇવેન્ટમાં 12.68નો સમય લેતા સિલ્વર મેડલ જીત્યો હતો. જયારે દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400 મીટર T20 ઇવેન્ટમાં 56.69નો સમય લેતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ દીપ્તિએ નવો એશિયન પેરા રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

સુમિતે 73.29 મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો સાથે જ પુષ્પેન્દ્ર સિંહે 62.06 મીટરના જોરદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.